Aapnu Gujarat
ગુજરાત

ડભોઈના સરિતા ફાટક પાસે ગાય ખાડામાં ખાબકી

ડભોઈના સરિતા ફાટક પાસે બંબાખાના સામે ઉંડા ખાડામાં એક ગાય ખાબકી ગઈ હતી. ખાડો જાણે એક દલદલ હોય એમ લાગી રહ્યું હતું કારણ કે ગાયના પગ કાદવમાં ગરકાવ થઈ ગયા હતાં જેના કારણે તે ખાડામાં બેબાકળી બનીને ધમપછાડા કરી રહી હતી. ઘટનાની જાણ થતાં તુરંત જ યુવાનો અને રાહદારીઓ મોરચો સંભાળી લીધો હતો. બિરલ શાહ નામના યુવાનને ઘટનાની જાણ થતાં તેઓ પોતાનું જેસીબી મશીન લઈને પહોંચી ગયા હતાં પરંતુ તેઓ ગાયને બહાર કાઢવામાં અસમર્થ રહેતાં તેઓએ પોતાના બીજા મિત્રને ફોન કરી હાયદ્રા મશીન મંગાવ્યું હતું અને ત્યારબાદ ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

ईसनपुर में खुदाई के दौरान ब्लास्ट : दो मजदूरों की मौत

aapnugujarat

साबरमती आश्रम से बेदखली के खिलाफ HC पहुंचा गांधीजी का बसाया परिवार

aapnugujarat

જૂના વાડજ વિસ્તારમાં વૃદ્ધની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1