Aapnu Gujarat
Uncategorized

સીરિયામાં આઈએસ માટે લડતાં કેરળના પાંચ યુવકના મોત

સીરિયામાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) માટે લડતાં કેરળના મલાયમ ક્ષેત્રના પાંય યુવકો મૃત્યુ પામ્યા છે. આ સાથે સીરિયામાં આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવણી બદલ મૃત્યુ પામેલા કેરળના યુવાનોની સંખ્યા ૧૦ થઈ છે.
કેરળના પલક્કડમાં કોઝિકોડના રહેવાસી સિબીના મોતના સમાચાર તેના પરિવારજનોને મળ્યા હતાં. સીબી બહેરીન કામ કરવા ગયો હતો, પરંતુ ગયા વર્ષે જુલાઈમાં આઈએસમાં જોડાયો હતો. તે યાહ્યાના સંપર્કમાં હોવાનું મનાતું હતું. તે પણ માર્યો ગયો હોવાનું કહેવાય છે.
કેરળના માલાપુરમ જિલ્લાનો રહેવાસી મુહાદિસ પણ સીરિયામાં મૃત્યુ પામ્યો છે. અલેપ્પોમાં આતંકવાદી કાર્યવાહીમાં તે મૃત્યુ પામ્યો હતો. રાજ્યના કુન્નુર અને કોઝિકોડેમાં રહેતાં બે નાગરિકો પણ સીરિયામાં મૃત્યુ પામ્યા હતાં. પોલીસમાં તેઓ બહેરીન ગ્રુપ તરીકે જાણીતા હતાં. અગાઉના કેરળના જ હફીસુદ્દીન, મુર્શિદ, શાહજીર અને અબુ તાહિર આઈએસ વતી લડતા મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળ્યા હતાં.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાના મ્યુઝિયમ બનાવવાના નિર્ણયને કરણી સેનાએ આવકાર્યો

editor

ભાજપની તરફ જનજુવાળ દેખાય છે : વાઘાણી

aapnugujarat

ધો.૧૨ ની વિદ્યાર્થિનીએ પરીક્ષાના ડર થી આત્મહત્યા કરતા મોત નિપજ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1