Aapnu Gujarat
બિઝનેસ

જેટ એરવેઝના વાઈસ પ્રેસિડેન્ટ (સિક્યોરિટી) અવનીતસિંહની ધરપકડ

ખાનગી એરલાઈન કંપની જેટ એરવેઝના વાઈસ પ્રેસિડેન્ટ (સિક્યોરિટી) કર્નલ અવનીતસિંહ બેદીની જમીન હડપવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. અવનીતસિંહની દિલ્હીમાં નગર નીગમની જમીન પર કબ્જો જમાવવાના આરોપસર આજે સવારે સાહિબાબાદ પોલીસે દિલ્હીથી ધરપકડ કરી. બેદીની પૂછપરછ કરાઇ હતી. બેદી જેટ એરવેઝમાં સિક્યોરિટી સંલગ્ન મામલાઓનું ધ્યાન રાખતા હતાં.
મળતી માહિતી મુજબ અવનીત સિંહ બેદીની રવિવારે દિલ્હીના પંચશીલ વિસ્તારમાંથી ધરપકડ થઈ. બેદી પર ગાઝિયાબાદ નગર નિગમની કરોડોની જમીન પડાવવાનો આરોપ છે. આરોપો મુજબ બેદીએ નકલી દસ્તાવેજોની મદદથી નિગની જમીન પર કબ્જો જમાવ્યો હતો. આ મામલે નગર નિગમના અધિકારીઓએ ૨૧ જૂનના રોજ પોલીસ ફરિયાદ કરી હતી.ત્યારબાદ પોલીસે આરોપોની તપાસ શરૂ કરી અને આજે ધરપકડ કરી. જેટ એરવેઝના વાઈસ પ્રેસિડેન્ટ (સિક્યોરિટી) અવનીતસિંહ બેદી હાલ મુંબઈમાં તૈનાત હતાં. જેટ એરવેઝ પર અપાયેલી અવનીતસિંહ બેદીની પ્રોફાઈલ મુજબ તેમણે માર્ચ ૨૦૧૫માં કંપની જોઈન કરી હતી. તેમની પાસે કોર્પોરેટ સિક્યોરિટી અને મીલેટ્રીનો ૪૦ વર્ષથી વધુનો અનુભવ છે. આ અગાઉ તેઓ વોલમાર્ટ ઈન્ડિયા લિમિટેડના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ પદે હતાં.

Related posts

સોનાની ગ્રામીણ માંગમાં પખવાડિયામાં ૩૦-૪૦% કડાકો

aapnugujarat

સોના પર આયાત ડ્યુટી નહીં ઘટે તેવા સંકેત

aapnugujarat

જીએસટી પોર્ટલમાં ખામીઓ, ફાઈલ થઈ શકતું નથી રિટર્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1