Aapnu Gujarat
રાષ્ટ્રીય

૧૧મીએ દેશભરના ૩ લાખ તબીબો હડતાળ પર

એકતરફ ખેડુતોએ કેન્દ્ર સરકારના કાયદાનર કાળો કાયદો ગણાવી છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી સરકારના નાકે દમ લાવી દીધો છે. તેવામાં હવે દેશભરના ડોકટર્સ હવે સરકારને ઘેરવાના મૂડમાં છે. દરેક ચિકિત્સા પદ્ધતિને એક કરી ખીચડી પધ્ધતિ બનાવવાનો જે પ્રયાસ છે તેનો વિરોધ દેશભરના તબીબો કરી રહ્યા છે.
આગામી ૧૧ તારીખે ભારતભરના ૩ લાખ ડોકટર્સ હડતાળ પાડશે. જેમાં ગુજરાતના ૨૮ હજાર અને અમદાવાદના ૧૦ હજાર ડોક્ટરઓ જોડાશે. ૧૧મી ડિસેમ્બરે ઇમરજન્સી અને કોવિડ ડ્યુટી સિવાય તમામ ઓપીડી બંધ રાખવાનું આહવાન કરવામાં આવ્યું છે. ૮ ડિસેમ્બર એ તબીબોએ મર્યાદિત સંખ્યામાં અલગઅલગ ડોકટર્સ ના જૂથ બનાવી બેનર્સ અને પ્લે કાર્ડ સાથે ડોકટર્સએ વિરોધ કર્યો.
ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ની દરેક બ્રાન્ચમાં ડોકટર્સએ વિરોધ નોંધાવ્યો છે અને ૧૧મી તારીખે ભારતભરના તબીબો હડતાળ પાડશે આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અમદાવાદ બ્રાન્ચના પ્રમુખ દેવેન્દ્ર પટેલએ જણાવ્યું કે સેન્ટર કાઉન્સિલ ફોર ઇન્ડિયન મેડિસિન દ્વારા એક નોટિફિકેશન બહાર પડ્યું છે જેનો વિરોધ ડોકટર્સ કરી રહ્યા છે.આ નોટિફિકેશન પ્રમાણે અનુસ્નાતક કક્ષાના આર્યુવેદીક ડોકટર્સ ૫૮ પ્રકારની સર્જરી કરી શકશે.
આ સર્જરીમાં ડેન્ટલ સર્જરી, ઓર્થો સર્જરી, ઇ એન્ડ ટી સર્જરી, જનરલ સર્જરીનો સમાવેશ થાય છે. જ્યારે એલોપેથીનો કોઈ ડોકટર વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએટના ૪ વર્ષના કોર્ષમાં અભ્યાસની સાથે તેને પ્રેક્ટિસ કરવાની હોય છે.જયારે આર્યુવેદીકના અનુસ્નાતક કોર્ષમાં ત્રણ વર્ષનો અભ્યાસ હોય છે. જેથી જો તેઓને સર્જરીની પરમિશન આપવામાં આવે તો એ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ શકે છે. જો તે ગ્રામ્ય વિસ્તારોમાં રહી પ્રેક્ટિસ કરે તો પણ લોકો માટે તે ઘાતક પુરવાર થશે.

Related posts

पहली बार मिला राज्यसभा में बोलने का मौका : अल्फोंस

aapnugujarat

એક દિનના બ્રેક બાદ પેટ્રોલ, ડીઝલની કિંમત ઘટી

aapnugujarat

પહેલી જુલાઈથી અમલી બની ગયા રેલવેના આ ૧૦ નિયમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1