Aapnu Gujarat
રાષ્ટ્રીય

પહેલી જુલાઈથી અમલી બની ગયા રેલવેના આ ૧૦ નિયમ

પહેલી જુલાઇથી દેશભરમાં જીએસટી અમલી બન્યા સાથે રેલવેના ૧૦ નિયમો પણ અમલી બન્યા છે. તેમાં પેપરલેસ ટિકિટિંગ અને કન્ફર્મ ટિકિટ આપવાનો પણ સમાવેશ થાય છે. નવા નિયમ મુજબ ચાલતી ટ્રેનમાં આરએસી ટિકિટ પણ કન્ફર્મ માનવામાં આવશે. તે ઉપરાંત વેઇટિંગ લિસ્ટની ઉપાધિનો જ અંત આવ્યો છે. જે દશ નવા નિયમ અમલી બન્યા છે તેની વિગત નીચે મુજબ છે.
(૧) પહેલી જુલાઇથી તત્કાલ ટિકિટ રદ કરાવતાં ૫૦ ટકા રકમ પરત આપવામાં આવશે.
(૨) ૧લી જુલાઇથી તત્કાલ ટિકિટના નિયમોમાં પરિવર્તન આવ્યું છે. સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધી એસી કોચ માટે બુકિંગ થશે જ્યારે ૧૧થી ૧૨ વાગ્યા વચ્ચે સ્લીપર કોચ માટે બુકિંગ થશે.
(૩) પહેલી જુલાઇથી રાજધાની અને શતાબ્દિ ટ્રેન માટે પેપરલેસ ટિકિટિંગ સુવિધા શરૃ થઈ. બંને ટ્રેન માટે હવે ટિકિટ મોબાઈલ પર મોકલવામાં આવશે.
(૪) ટૂંક સમયમાં રેલવે વિવિધ ભાષાઓમાં ટિકિટ ઇશ્યૂ કરશે. અત્યારસુધી રેલવે હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ ટિકિટ આપતી હતી.
(૫) ટિકિટની અછત રહેતી હોવાથી પહેલી જુલાઇથી શતાબ્દિ અને રાજધાનીમાં કોચ સંખ્યા વધારવામાં આવી છે.
(૬) જે દિવસોમાં પ્રવાસીઓનો વધુ ધસારો રહેતો હોય તેવા દિવસોમાં વૈકલ્પિક રેલવે સમાયોજના પ્રણાલી, સુવિધા ટ્રેન શરૃ કરવાની પણ યોજના છે.
(૭) રેલવે મંત્રાલયે ૧લી જુલાઇથી રાજધાની, શતાબ્દિ, દૂરન્તો અને મેલ-એક્સ્પ્રેસ ટ્રેનના ધોરણે સુવિધા ટ્રેન ચલાવવા નિર્ણય લીધો છે.
(૮) ૧લી જુલાઇથી રેલવે પ્રીમિયમ ટ્રેન્સ બંધ કરવા જઈ રહી છે.
(૯) સુવિધા ટ્રેનમાં ટિકિટ પરત કરતાં ૫૦ ટકા ભાડું પરત મળશે. તે ઉપરાંત એસી-૨ ટિકિટ પરત કરાતાં ૧૦૦ રૃપિયા, એસી-૩ ઉપર ૯૦ રૃપિયા અને સ્લીપર ટિકિટ પર પ્રતિ પ્રવાસી રૃપિયા ૬૦ કપાશે.
(૧૦) રેલવે તરફથી દોડનારી સુવિધા ટ્રેનમાં પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટની સુવિધા અપાશે.

Related posts

बिहार में बाढ़-बारिश से १७ लोगों की मौत

aapnugujarat

CM योगी का जवाब – हम मुबंई से कुछ लेने नहीं बल्कि देने आए हैं

editor

प्रधानमंत्री मोदी ने राममंदिर की आधारशिला रखी, पूजा सम्पन्न हुई

editor

Leave a Comment

UA-96247877-1