Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એક દિનના બ્રેક બાદ પેટ્રોલ, ડીઝલની કિંમત ઘટી

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરી એકવાર ઘટાડો કરવામાં આવ્યો હતો. બુધવારના દિવસે ભાવ સ્થિર રહ્યા હતા. આજે ફરીવાર ઘટાડો કરવામાં આવ્યો હતો. આના કારણે લોકોને વધારે રાહત મળનાર છે. આંતરરાષ્ટ્રીય ક્રુડની કિંમતમાં ચાર ઓક્ટોબર બાદથી આશરે ૨૧ ડોલર પ્રતિ બેરલનો ઘટાડો કરવામાં આવ્યો છે. જાણકાર લોકો માની રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ વધુ ઘટાડો થઇ શકે છે. ગુરૂવારના દિવસે દિલ્હી અને કોલકત્તામાં પેટ્રોલની કિંમતમાં ૧૫ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બ્રેન્ટ ક્રુડની કિંમત તેની વર્તમાન ઉંચી સપાટીથી ૨૧ટકા સુધી ઘટી ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં હજુ કેટલાક દિવસ સુધી ઘટાડો જારી રહી શકે છે. કારણ કે ભારતમાં રીટેઈલ કિંમતોમાં સંપૂર્ણપણે ક્રુડ ઓઈલની કિંમતોમાં હાલનો ઘટાડો પહોંચ્યો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. નવેમ્બર મહિનામાં હજુ સુધી પેટ્રોલની કિંમત બે રૂપિયાથી વધુ ઘટી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત લીટરદીઠ ૧.૬૦ થી વધુ ઘટી ગઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લે ૧૬મી ઓક્ટોબરના દિવસે વધારો કરાયો હતો ત્યારબાદથી અવિરતપણે ઘટાડો થઇ રહ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે છ વાગે કિંમતોમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સરેરાશ ગણતરી કર્યા બાદ આ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ડોલર સામે રૂપિયાની કિંમત અને ક્રૂડની કિંમતને ધ્યાનમાં લઇને આ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. એકબાજુ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે જ્યારે બીજી બાજુ રૂપિયો મજબૂત બની રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઘટાડાનો દોર છે છતાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં હજુ તેમને લીટરદીઠ એક રૂપિયાનું નુકસાન છે. કરેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતના આધાર પર કિંમતો નક્કી થાય છે. આ મહિનાની શરૂઆત બાદથી તેલ કિંમતો ચાર મહિનાની ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાના દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. રીટેઈલ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઓકટોબરની ઉંચી સપાટીથી આશરે ૧૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.

Related posts

सरकार बेच सकती है नीरव मोदी की संपत्ति

aapnugujarat

दबाव की राजनीति नहीं करती बीजेपी, सब खुद ही आते हैं : शरद पवार को देवेंद्र फडणवीस का जवाब

aapnugujarat

चांद की सतह पर लैंडर विक्रम के लोकेशन की जानकारी मिली : सिवन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1