Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ શહેરમાં અકસ્માત : એક્ટિવા ચાલકનું મોત

આજ રોજ સવારે આશરે ૫.૩૦ વાગ્યાના સુમારે લાટી બજાર સ્ટેટ બેંક નજીક અજાણ્યા વાહન ચાલક દ્વારા એક્ટિવા ઉપર દૂધની થેલીઓ ઘેર ઘેર આપી ધંધો કરતા ડભોઈ ખાટકીવાડા પાસે રહેતા વસીમ ઇસ્માઇલભાઈ ભૂતવાલાને પુર ઝડપે હંકારી જતા અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ વસીમ ભૂતવાલાનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની જાણ વાયુ વેગે ગામમાં પ્રસરતા નજીકના સ્થાનિકો અને મૃતકના પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરાતા ડભોઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત સર્જી નાસી છુટેલ વાહન ચાલકની ભાળ મેળવવા હેતુ ડભોઈ પોલીસ દ્વારા નજીકની દુકાનોના સીસીટીવી કેમેરા ફૂટેજની ચકાસણી પણ કરવામાં આવી છે. અકસ્માત સર્જી નાસી છુટેલ વાહન ચાલકને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકની લાશ ને પરિવાર અને સ્થાનિકો દ્વારા પ્રાઇવેટ ટેમ્પોમાં પોલીસની હાજરીમાં પી.એમ. માટે ડભોઈ રેફરલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.


( તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

देश की सुरक्षा के मुद्दे पर कोई खिलवाड़ नहीं : सूरजेवाला

aapnugujarat

ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબના ટ્રસ્ટી મહેન્દ્ર ચૌહાણનો જન્મદિન ઉજવાયો

editor

કડક કાર્યવાહીના બગણાં ફૂંકતું તંત્ર : એએમટીએસ બસથી રોજ એક અકસ્માત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1