Aapnu Gujarat
ગુજરાત

વડનગર પાસે ગમખ્વાર અકસ્માત

આજે વડનગર – વિસનગર હાઈવે પર હોટલ ફૂડ પેરેડાઈઝ પાસે વિસનગર તરફથી પૂરઝડપે આવી રહેલી આઈસર ટ્રક સાથે વડનગરથી વિસનગર તરફ જઈ રહેલા એકિટવાનો અકસ્માત સર્જાયો હતો. એકિટવા પર જઈ રહેલાં રહેલા ત્રણેય યુવાનો હવામાં ફંગોળાઈ રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં એકિટવા ચાલક સહિત ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આઇસર ટ્રક ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલ કેનાલના ખાડામાં ઉતરી જતાં પોતાનું વાહન છોડી ફરાર થઈ ગયો હતો. અચાનક બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી તથા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકોમાં બે ઠાકોર તથા એક રાવલ યુવાન હોવાનું જાણવા મળેલ છે. ઘટના સ્થળે હાજર લોકો દ્વારા ૧૦૮ નંબર પર જાણ કરાતા તાત્કાલિક ધોરણે ૧૦૮ની મેડિકલ ટીમ સ્થળ પર આવી પહોંચી હતી તેમજ વડનગર તાલુકા પોલીસ સ્ટાફ પણ સત્વરે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારજનોને જાણ કરી મૃતકોની બોડીને પોસ્ટ મોર્ટમ માટે વડનગર ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.


(અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

ભાજપ સંકલ્પપત્ર : વડોદરા અને સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ કરવા વચન

aapnugujarat

गीर अभयारण्य खोला गया

aapnugujarat

સુરતમાં અંતિમ સંસ્કાર માટે શેરડીના બગાસનો ઉપયોગ શરૂ કરાયો

editor

Leave a Comment

UA-96247877-1