Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં અંતિમ સંસ્કાર માટે શેરડીના બગાસનો ઉપયોગ શરૂ કરાયો

સુરતમાં કોરોનાના વધતા કહેરને લઈ શહેરની સ્થિતિ કથળી રહી છે. કેસોમાં વધારો થવા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ કારણે સ્મશાનો પણ ફૂલ થઇ ગયા છે. સ્મશાનોમાં મૃતદેહની સંખ્યામાં વધારો થતા ગેસની સાથે લાકડાથી અંતિમ સંસ્કારની કામગીરી પણ વધી ગઈ છે. કોરોનામાં મૃતકોની સંખ્યા વધતાં ગામડાના સ્મશાનો પર પણ ભારણ વધ્યું છે. જેના પગલે લાકડાની માંગમાં વધારો થયો છે.
લાકડા ખુટી પડતાં સુકાની સાથે સાથે લીલા લાકડા આવી રહ્યા છે. આ કારણે અંતિમ સંસ્કારમાં પણ તકલીફ પડી રહી છે. હવે ગામડાના લાકોએ આ સમસ્યાનો હલ શોધી કાઢીને અંતિમ સંસ્કાર માટે શેરડીના બગાસનો ઉપયોગ શરૂ ક્યો છે.શહેરના પાલ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે બગાસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે બગાસનો ભાવ ટન દીઠ ૯૦૦ રૂપિયા હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનવાના ધોરણે સાયણ સુગર દ્વારા આ બગાસ નિઃશુલ્ક આપવામાં આવી રહ્યો છે.ઓલપાડ ઉપરાંત સુરતના કટલાક સ્મશાનામાં લાકડાનો ઉપયોગ થાય છે, તેમાં આ બગાસનો ઉપયોગ થઈ રહ્યો છે, તેથી અંતિમવિધિમાં પડતી મુશ્કેલીમાં ઘટાડો થઈ રહ્યો છે. અંતિમવિધિમાં પડતી મુશ્કેલીમાં સુગર ફેક્ટરીઓ દ્વારા બગાસ વિનામૂલ્યે આપવાનું નક્કી કરાયું છે. સુગર ફેક્ટરીઓ તરફથી માનાતાના ધોરણે અને હાલની મહામારીને ધ્યાને રાખીને સ્મશાન ગૃહમાં જેટલું જોઈએ તેટલું બગાસ આપવામાં આવશે.

Related posts

અમદાવાદની બ્લડ બેંકોમાં લોહીની ભારે તંગી, લોકોને રક્તદાન કરવા અપીલ

aapnugujarat

નરોડાથી સુંધા માતાજીનો પગપાળા યાત્રા સંઘ આજે નીકળશે

aapnugujarat

Don’t reveal names of Covid-19 patients: Gujarat HC to state govt

editor

Leave a Comment

UA-96247877-1