Aapnu Gujarat
ગુજરાત

ડભોઇ તાલુકાના ગોઝાલી વસાહત પાસેથી મગર રેસ્ક્યુ કરાયો

ડભોઇ તાલુકાના ગોઝાલી વસાહત ખાતે આવેલ ગોઝાલી પ્રાથમીક શાળાના ઓટલા ઉપર એકાએક મગર આવી જતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ગામના સરપંચ અને ગ્રાનજનો દ્વારા ડભોઇ નેચર સેવિંગ ગ્રુપને જાણ કરતાં નેચર સેવિંગ ગ્રુપના યુવાનો દ્વારા આ ૬ ફૂટનાં મગરને રેસક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ડભોઇ તાલુકાના ગોઝાલી વસાહત ખાતે આવેલ ગોઝાલી પ્રાથમીક શાળાના ઓટલા ઉપર ગામ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાંથી એક મગર ગામમાં ઘુસી આવ્યો હતો અને શાળાના ઓટલા પર બેસી ગયો હતો. સરપંચ અને ગ્રામજન કમલેશ ઠાકોર દ્વારા ડભોઇ વન વિભાગના આર.એફ.ઑ. આર.એમ.વસાવા અને નેચર સેવિંગ ગ્રુપના યુવાનોને જાણ કરતાં યુવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતાં અને મહાકાય મગરને રેસક્યુ કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્દેવેદી, ડભોઈ)

Related posts

युवती की शादी के पहले प्रेमी की हत्या करके शव को पेड़ पर लटकाया  

aapnugujarat

લીંબડી ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની રાષ્ટ્રીય એકતા રેલીનું ભવ્ય સ્વાગત

editor

સ્વાઇન ફલુ સંદર્ભે સરકાર હાઇકોર્ટને ગેરમાર્ગે દોરે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1