Aapnu Gujarat
ગુજરાત

સ્વાઇન ફલુ સંદર્ભે સરકાર હાઇકોર્ટને ગેરમાર્ગે દોરે છે

સ્વાઇન ફલુના મામલે થયેલી રિટ અરજીમાં રાજય સરકાર દ્વારા રજૂ થયેલા જવાબની સામે અરજદારપક્ષ તરફથી રિજોઇન્ડર ફાઇલ કરી સીધો આક્ષેપ કરાયો હતો કે, રાજયમાં સ્વાઇન ફલુની સ્થિતિના મામલે રાજય સરકાર જૂઠ્ઠું બોલી રહી છે અને હાઇકોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. સરકારે શહેરી વિસ્તારમાં ૬૭ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૩ ટકા સ્વાઇન ફલુના કેસો નોંધાયા હોવાની વાત કહી છે તે ખોટી હકીકત છે. તબીબોની ખાલી જગ્યાઓના મામલે વાસ્તવમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખરાબ હાલત છે અને વધુ સમસ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કદાચ વધુ કેસ હશે પરંતુ ત્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં એમબીબીએસ તબીબોના અભાવે તેનું પરિક્ષણ કરી શકે તેવા તબીબો જ ઉપલબ્ધ નથી. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટને જણાવાયું કે, પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં ઓછામાં ઓછા એક એમબીબીએસ તબીબ આવશ્યક છે જો કે, સરકારે બીએસએએમ, બીએએમએસ અને બીએચએમએસ તબીબોને દર્શાવ્યા છે. એમબીબીએસ તબીબના સ્થાને આ તબીબોને કામ કરવાની પરવાનગી આપવાની જોગવાઇ નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે, પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં ૧૩ કર્મચારી હોવા જોઇએ તે ૧૮હોવાનું ઠરાવ્યું છે. આદિવાસી વિસ્તારમાં ૧૪ કર્મચારીઓ હોવા જોઇએ જયારે પર્વતાળ આંતરિયાળ વિસ્તારમાં ૧૮થી ૨૧નો સ્ટાફ હોવો જોઇએ. આ જ પ્રકારે કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં જયાં સરકારે ૨૭ કર્મચારીઓની ક્ષમતા દર્શાવી છે પરંતુ ગાઇડલાઇન પ્રમાણે, ૭૯ કર્મચારીઓનો સ્ટાફ હોવો જોઇએ. જેમાં ૧૫ મેડિકલ ઓફિસર અને ૬૪ સ્ટાફ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આદિવાસી વિસ્તારમાં પાંચ તજજ્ઞ તબીબો હોવા જોઇએ. તદુપરાંત, સરકારે કુલ ૨૯૦૯ મેડિકલ ઓફિસરની મંજૂર જગ્યાઓ દર્શાવી છે પરંતુ આ તમામ કાયમી જગ્યા સરકાર મંજૂર નથી. વનબંધુ મેડિકલ ઓફિસર એ કોન્ટ્રાકટ પોસ્ટ છે. કચ્છના ૬૪ પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં ૫૪ જગ્યા ભરાઇ હોવાનું પણ સાચું નથી. તમામમાં એક સેકશન મેડિકલ ઓફિસર હોવા જોઇએ. અરજદારપક્ષ તરફથી આક્ષેપ કરાયો હતો કે, ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એકપણ તબીબ નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૩૦૦ તબીબો એમબીબીએસ નથી. ૧૧૭૫ એમબીબીએસ અધિકારીઓની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિમણૂંક થઇ નથી. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં એમબીબીએસ તબીબોમાં ૩૫થી ૪૦ ટકાની ઘટ છે, જયારે સ્પેશ્યલાઇઝ તબીબોમાં ૫૫થી ૬૫ ટકાની ઘટ રહી છે.

Related posts

हेरिटेज के विकास में पब्लिक पार्टनर्शीप होगी : म्युनि कमिशनर

aapnugujarat

હરામજાદા કહેવા બદલ જીતુ વાઘાણી સામે તપાસના હુકમ

aapnugujarat

નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશ્યલ SIT કોર્ટએ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1