Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ બ્લાસ્ટમાં સામેલ તૌઇફ બિહારમાંથી ઝડપાયો

દેશભરમાં ખળભળાટ મચાવનારા અમદાવાદ સીરીયલ બ્લાસ્ટના ચકચારભર્યા પ્રકરણમાં છેલ્લા ઘણા વર્ષોથી નાસતો ફરતો વધુ એક આંતકવાદી તૌઇફખાન બિહારના ગયામાંથી ઝડપાઇ ગયો છે. ગુજરાત એટીએસની એક ટીમ આંતકવાદી તૌઇફખાનની પૂછપરછ માટે ગયા પહોંચી છે. ગુજરાત એટીએસ તરફથી આંતકવાદી તૌઇફખાનને અહીં લાવવાની તજવીજ પણ હાથ ધરાશે. બિહાર એટીએસ દ્વારા ગયા ખાતેના સાયબર કાફેમાંથી આંતકવાદી તૌઇફખાન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આંતકવાદી તૌઇફખાનની પૂછપરછમાં તે અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલો હોવાની ચોંકાવનારી માહિતીનો ખુલાસો થયો હતો. આંતકવાદી તૌઇફખાન આ સાયબર કાફેમાંથી છેલ્લા કેટલાક સમયથી મેઇલ કરતો હોવાનું જણાયું હતું અને સાયબર કાફેના સંચાલકને તેની પર શંકા જતાં તેની પાસે આઇકાર્ડ માંગ્યું હતું પરંતુ તેણે આઇકાર્ડ બતાવવાનો ઇનકાર કર્યો હતો. જેથી સાયબર કાફેના સંચાલકે સમગ્ર મામલા અંગે સ્થાનિક પોલીસને જાણ કરી દેતાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસ પૂછપરછમાં એવી પણ અગત્યની માહિતી સામે આવી હતી કે, આંતકવાદી તૌઇફખાન ગયામાં ગણિતના શિક્ષક તરીકે ઓળખ આપીને રહેતો હતો અને તેની ગતિવિધિ અને હિલચાલ છેલ્લા ઘણા સમયથી શંકાના દાયરામાં હતી. આખરે સાયબર કાફે સંચાલની જાગૃતતાના કારણે તે ઝડપાઇ ગયો હતો. આંતકવાદી તૌઇફખાન પકડાયાની ગુજરાત એટીએસની જાણ કરાતાં અહીંથી એટીએસની એક ટીમ તૌઇફખાનની પૂછપરછ માટે બિહારના ગયા પહોંચી હતી. પોલીસ આંતકવાદી તૌઇફખાનને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી જેલમાં ૫૭ જેટલા સીરીયલ બ્લાસ્ટ કેસના કેદીઓ હાલ જેલવાસ કાપી રહ્યા છે કે જેઓ જુદા જુદા ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલા છે. ઘણા વખત પહેલાં સીરીયલ બ્લાસ્ટ કેસના આ આંતકવાદીઓએ ભેગામળી સાબરમતી જેલમાં ૨૦૦ મીટર લાંબી સુરંગ ખોદવાનું ખતરનાક કૌભાંડ આચર્યું હતું જો કે, તે પહેલાં જ તેઓ પકડાઇ ગયા હતા. હાલ સીરીયલ બ્લાસ્ટનો કેસ સાબરમતી જેલમાં જ ઉભી કરાયેલી સ્પેશ્યલ કોર્ટ સમક્ષ પડતર છે.

Related posts

આજથી મેલેરીયા અટકાયત માટે વડોદરા જિલ્લામાં ઘર તપાસની કામગીરીનો પ્રારંભ કરાશે

aapnugujarat

૪૩ હજાર કિમીની કેનાલોનું કામ બાકી રહેતાં નુકસાન થયું

aapnugujarat

गुजरात सरकार ने सी-प्लेन के किराया में की भारी कटौती

editor

Leave a Comment

UA-96247877-1