Aapnu Gujarat
ગુજરાત

આજથી મેલેરીયા અટકાયત માટે વડોદરા જિલ્લામાં ઘર તપાસની કામગીરીનો પ્રારંભ કરાશે

જુન મહિનાને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. તેને અનુલક્ષીને અને મેલેરીયામુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે આવતીકાલ તા.૧લી જુન, ૨૦૧૭થી જિલ્લાના ગામોમાં એક હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓ અને આશા વર્કર્સ બહેનોના માધ્યમથી તાવના કેસોની શોધ માટે ઘર તપાસ ઝુંબેશનો પ્રારંભ કરાશે. જિલ્લા મેલેરીયા અધિકારી શર્માએ જણાવ્યુ છે કે, આગામી ચોમાસા દરમિયાન મેલેરીયાના રોગચાળાની સંભાવના ટાળવા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અભિયાન સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવશે.ઘર તપાસ ઝુંબેશના ભાગરૂપે તાવના કેસોની સમુચિત સારવારના સંકલન ઉપરાંત મેલેરીયાની અટકાયત અને ઓળખ માટે જરૂરી આરોગ્ય શિક્ષણ આપવાની સાથે, ઘરોના પાણીયારા, ટાંકી જેવા સ્થળોએ મચ્છરોના પોરાની તપાસ અને નાશ કરવાની કામગીરી કરવામાં આવશે.

Related posts

शाहीबाग क्षेत्र में दो सगे भाई पर तलवार लेकर हमले से सनसनी

aapnugujarat

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વર અને ફલાઈંગ સ્કવોર્ડ ની નિમણુંક કરાઈ

aapnugujarat

કોંગ્રેસની બોગસ યાદી ફરતી કરવાના કેસમાં સાયબર સેલને તપાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1