Aapnu Gujarat
ગુજરાત

ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ-વિસનગરમાં દિવ્યાંગોને વિનામૂલ્યે તાલીમ, શિક્ષણ અને નિવાસની સુવિધા

ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, વિસનગર સંસ્થા દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા માન્ય વિકલાંગ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રમાં દિવ્યાંગોને કોમ્પ્યુટર (એમએસઓફિસ, ડેટા એન્ટ્રી, ટેલી એકાઉન્ટ, ડીટીપી) સિવણ, સ્ક્રીન પ્રિન્ટીંગ તથા ઓફસેટ પ્રન્ટીંગ કામ, બુક બાઇન્ડીંગ, સંગીત, ફાઇલ મેકીંગ, ગૃહ વિજ્ઞાન અને બ્યુટી પાલર્રની તાલીમમાં વિનામૂલ્યે જુન-૨૦૧૭થી પ્રવેશ આપવાનું ચાલુ છે. આ ઉપરાંત મંદબુધ્ધિના બાળકોની નિવાસી શાળામાં પ્રવેશ અપાવવા ઇચ્છતા વાલીઓએ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો. ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને છાત્રાલયમાં પ્રવેશ નિશુલ્ક આપવામાં આવે છે. સંસ્થામાં ચાલતા સ્વરોજગારીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીને માસિક રૂા. ૩૦૦/-નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. તો તાલીમ, શિક્ષણ અને નિવાસની સુવિધા મેળવવા ઇચ્છતા દિવ્યાંગ ભાઇ-બહેનોએ માનદ મંત્રી, ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ, વિકલાંગ સેવા પરિસર, વિસનગર-વિજાપુર હાઇવે, બાજીપુરા પાટીયા પાસે, મુ.કુવાસણા, તા. વિસનગર, જિ.મહેસાણા (ઉ.ગુ.) ફોન નં. ૦૨૭૬૫-૨૮૧૨૧૦ સોમવાર થી શનિવાર ૧૨.૦૦ થી ૫.૦૦ દરમિયાન પ્રવેશ મેળવવા માટે પોતાના અસર તેમજ ઝેરોક્ષ ડોક્યુમેન્ટ સહિત રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. દરેક કેટેગરીના દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિવાસી વ્યવસ્થા અલગ અલગ આપવામાં આવશે. કુમાર અને કન્યા છાત્રાલયની અલગ વ્યવસ્થા ઉપલબ્ધ છે એમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીની યાદીમાં જણાવાયુ છે.

Related posts

नारणपुरा वोर्ड में ‘डोर टू डोर’ कचरे उठाने में घोटाला

aapnugujarat

બોપલમાં ફૂટ્યો ‘કોરોના બોમ્બ’

editor

शराब की मेहफिल का मजा ले रहे १५ युवक-युवती गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1