Aapnu Gujarat
ગુજરાત

ડભોઈમાં ખેડૂતોએ વિવિધ પ્રશ્નોને લઈ ધારાસભ્યને કરી રજુઆત

ડભોઈ નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનલોનું ધ્યાન ન દેવાતા અને કેનલો પાછળ રીપેરીંગ ખર્ચ ના કરાતા કેટલીક માઇનોર કેનલો મૃત અવસ્થામાં મુકાઈ ગયેલ છે તો કેટલીક કેનલોમાં ઝાડી ઝાખરા ઊગી નીકળેલા હોય તથા કેટલીક કેનલોના લોખંડના દરવાજા સળી અને તૂટેલ ગયેલ હોય જ્યારે અમુક જગ્યાએ નવા દરવાજા નાંખવા જેવી બાબત અને ખેડૂતો ઉનાળામાં પણ ડાંગરની ખેતી કરતા હોઈ ઠેક ઉનાળા સુધી નર્મદા નિગમ અને વઢવાણા સિંચાઈ વિભાગ ખેડૂતોને સમયસર પાણી પૂરું પાડે તથા કેટલીકવાર કેનલોમાં ગાબડા પડી જવાથી ખેતરોમાં પાણી વહી જવાથી ખેડૂતોનો પૂરો પાક નષ્ટ પામતા ખેડૂતોને અસહ્ય નુકસાન ઉઠાવવાનો વારો આવે છે સાથે સાથે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સામે ઝઝૂમવું પડતું હોય તેને લઈ આજરોજ તાલુકાના ખેડૂતો અને અગ્રણી એવા અશ્વિન વકીલ એકત્રિત થઈ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મેહતા (સોટ્ટા) સાથે ટેલિફોનિક વાતચીત કરી પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા, તેને લઈ ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખેડૂતોના તમામ પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવવા તટસ્થ ખાતરી આપી હતી. અશ્વિન વકીલે ખેડૂત સમાજના પ્રમુખ બનાવવા બદલ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો.
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્દેવેદી, ડભોઈ)

Related posts

विशाला के पास वाटर लाइन के कामकाज के दौरान गिरने से दो की मौत

aapnugujarat

રાજ્યને પાણીદાર કરવાનો પુરુષાર્થ પારસમણિ બનશે

aapnugujarat

खारिकट नहर में युवक का शव मिलने के अपराध में एसओजी क्राइमब्रांच ने बोबी को आखिर में गिरफ्तार किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1