Aapnu Gujarat
Uncategorized

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ વધતા મહાપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું

જામનગર શહેરમાં વધતા કોરોનાના કેસો માટે મહાનગરપાલિકા દ્વારા ચેકીંગની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે સાંજના સમયે મહાપાલિકાની આરોગ્ય અને એસ્ટેટ શાખા ખોડિયાર કોલોની પાસે ૮૦ ફૂટના રોડ અને નિલકમલ સોસાયટીમાં ચેકીંગ કરતી હતી ત્યારે ચા-પાનની બે દુકાનના સંચાલકો કોરોના પોઝિટિવ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક બન્ને દુકાનોને સીલ કરી તેમના સંચાલકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મનપા દ્વારા ગીચ અને ટોળા ભેગા થતાં હોય તેવા વિસ્તારો, દુકાનોમાં ખાસ ચેકીંગ ચાલી રહ્યું છે. ખોડિયાર કોલોની પાસે આવેલા ૮૦ ફૂટના રોડમાં કાનો માલધારી નામની દુકાનના સંચાલક અને નિલકમલ સોસાયટીમાં આવેલા ચામુંડા હોટલ એન્ડ પાનના સંચાલકની કોરોના તપાસણી દરમિયાન બન્ને પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. એસ્ટેટ વિભાગના સુનિલ ભાનુશાળી અને રાજભા ચાવડા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક બન્ને દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. તેમજ સંચાલકોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ પણ આવી ઝુંબેશ અવિરતપણે ચાલુ રહેશે તેવું મહાપાલિકાના વર્તુળોએ જણાવ્યું છે. જામનગરમાં કોરોના કેસ વધે નહી તે માટે મહાનગરપાલિકાના તંત્ર દ્રારા રેપીડ ટેસ્ટ વધારવામાં અભિયાન હાથ ધરેલ છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણને અટકવવા માટે મહાનગરપાલિકા દ્રારા ખાસ લોકોની વધુ ભીડભાળવાલા વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં જુદા જુદા ત્રણ સ્થળો ઉપર મેડીકલની ટીમો એ રેપીડ ટેસ્ટ કરેલ હતું.જેમાં રણજીતનગર શાકમાર્કેટ,ખોડીયાર કોલોની રિક્ષા સ્ટેન્ડ,એસ ટી બસ સ્ટેન્ડ મળી કુલ ૧૦૦ થી વધુ લોકોના મેડીકલ ટીમ દ્રારા કોરોના અંગેનો રેપીડ ટેસ્ટ કર્યા હતા.જ્યાં ભીડ વધુ રહે છે તેવા વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કરવા માટે એક્શન પ્લાન અમલમાં મુકેલ છે. કમિશનર સતીષ પટેલની હાજરીમાં ખોડીયાર કોલોની રિક્ષા સ્ટેન્ડ પાસે રેપીડ ટેસ્ટ મેડીકલ ટીમ દ્રારા હાથ ધરેલ હતું. આ ઉપરાંત રણજીતનગર શાક માર્કેટમાં ૩૫ ફેરીયાઓ , ખોડીયાર કોલોની રિક્ષા સ્ટેન્ડ પાસે ૨૫ રિક્ષા ચાલકો તેમજ એસ ટી બસ સ્ટેન્ડ પાસે ૪૦ લોકોના રેપીડ ટેસ્ટ કર્યા હતા. આ રેપીડ ટેસ્ટ ઝુબેશમા ડેપ્યુટી ડીડીઓ કેતન પરમાર, મેડીકલ ડોકટરો, એસ્ટેટ શાખાની ટીમ જોડાઈ હતી“જામનગર શહેરમાં કોરોના સંક્રમણ વધતા મહાપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનાર અને માસ્ક ન પહેરનાર પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ત્રણ દિવસમાં ૫૦ હજાર ઉપરાંતનો દંડ કર્યા બાદ હજુ પણ ૨૦ હજાર ઉપરાંતનો દંડ વસૂલીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. શહેરમાં દુકાનો, રેસ્ટોરન્ટો અને જાહેર સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનાર, માસ્ક ન પહેરનાર પર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં ત્રણબતી આજુબાજુના એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્ક મામલે દંડ રૂા. ૧૦,૫૦૦ વસુલાયો હતો. કામગીરીમાં રાજભા જાડેજા, ડી.કે. કામરીયા તથા એસએસઆઈ સાથે રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

ડિઝીટલ સેવાસેતુ હેઠળ ભાવનગરના ૧૦ તાલુકાના ૧૦૪ ગ્રામ્ય વિસ્તારનો કરાયેલો સમાવેશ

editor

રાજકોટમાં બે બોગસ ડોક્ટર ઝડપાયા

editor

સુત્રાપાડા ગામે તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ સુધી વાંધા નિકાલ કાર્યક્રમ યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1