Aapnu Gujarat
ગુજરાત

લાડોલ હરસિદ્ધ માતાના ચરણોમાં બે કરોડ મંત્ર જાપ કરાયા

હરસિધ્ધ શક્તિ પીઠ લાડોલ મહંત અશ્વિનભાઈ જાની શ્રી વિશ્વાસ જાની અને સમગ્ર ગુજરાતમાં વસતા તેમના ૩૧ ભક્તો દ્વારા કોરોનાની મહામારીમામ ઘેર બેઠા માતાજીની ભક્તિ અને મંત્ર જાપ છેલ્લા ચાર મહિના દરમિયાન બે કરોડ મંત્રો નો જાપ કરીને મહાયજ્ઞ દ્વારા મા હરસિધ્ધના ચરણોમાં અર્પણ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરુપે વિજાપુર તાલુકાના લાડોલ હરસિધ્ધ માતા મંદિરના પરિસરમાં લાભપાંચમ થી એક મહાયજ્ઞ શરુ કરાયો જેની ૨૨ તારીખના રોજ પૂર્ણાહુતિ થઈ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ અને મંત્ર જાપ કરનાર ભકતો અને બાહ્યણો દ્વારા વિશ્વ કલ્યાણ અર્થે આ મર્હયજ્ઞ યોજાયો હતો. છેલ્લાં દિવસે વાતાવરણને શુદ્ધ કરવા ૩૦ ઔષધિઓની આહુતિ આપવામાં આવી હતી અને ૧૨૫ થી વધુ પુષ્પો દ્વારા માતાજીનો પુષ્પો દ્વારા અભિષેક કરાયો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેસ આસોડીયા, વિજાપુર)

Related posts

સુસ્કાલ ગામમાં વિદેશી દારૂ ઝડપાયો

editor

નવા પશ્ચિમ ઝોનના અમ્યુકોના ૧૭૦ પ્લોટો હાલ રામભરોસે

aapnugujarat

ડાંગના પ્રાંત અધિકારીનો સપાટો : વઘઇ ખાતે આદિવાસીની જમીનમાં ગેરકાયદેસર કબ્જા કરનારા સામે જારી કરાઇ નોટીસ         

aapnugujarat

Leave a Comment

UA-96247877-1