Aapnu Gujarat
ગુજરાત

સુસ્કાલ ગામમાં વિદેશી દારૂ ઝડપાયો

છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભાભોર દ્વારા સુચના અને માર્ગદર્શન આધારે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનું કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સૂચના કરેલ જે આધારે પોલીસ ઇન્સ્પેકટર ડી.જે.પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસો જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ કરી રહ્યાં હતા તે દરમ્યાન સુસ્કાલ ગામ પાસેથી ટાટા મેઝીક પકડી પાડી નીચે મુજબનો મુદામાલ જપ્ત કરવામાં આવેલ જેમાં કબજે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ તથા અન્ય મુદામાલ (૧) રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હિસ્કી કુલ બોટલ-૩૦૦ની કિ.રૂ.૧,૩૨,૦૦૦/-(૨) માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર કુલ બોટલ-૧૨૦ની કિ.રૂ.૧૩,૮૦૦/-(૩) ટાટા મેઝીકની કિમંત રૂપીયા-૨,૦૦,૦૦૦/- આમ ટાટા મેઝીકમાં ભરી લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૪૨૦ની કિમંત રૂપિયા – ૧,૪૫,૮૦૦/- ટાટા મેઝીકની કિંમત રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૪૫,૮૦૦/-ના મુદૃામા ને જપ્ત કરી સદર ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

जशोदानगर एक्सप्रेस हाइवे पर हथियारों के साथ चार गिरफ्तार

aapnugujarat

नेहरूनगर चार रास्ते के पास हिट एन्ड रन : एक घायल

aapnugujarat

ટેકાના ભાવે ૯૩૧૦ લાખની મગફળીની કરાયેલી ખરીદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1