Aapnu Gujarat
ગુજરાત

શહેરા તાલુકામાં ટેબલેટનું વિતરણ કરાયું

નિયામક આયુષની કચેરી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો માટે આયુર્વેદ / હોમિયોપેથિક ગાઈડ લાઈન મુજબ ડૉ.અંજુમ મુસાણી જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા અને ડૉ. વી.એમ.પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે પ્રજાજનો સુધી રક્ષણાત્મક ઉપાયો પહોંચે તે માટે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સરકારી હોમિયોપેથીક દવાખાના નાંદરવાએ સમગ્ર શિક્ષા અભિયાન શહેરાના સંકલનમાં રહી વિતરણ કાર્યક્રમ બી.આર.સી. ભવન શહેરા ખાતે કરેલ હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પંચમહાલ ડૉ.વી.એમ.પટેલ ઉપસ્થિત રહી કોવિડ – ૧૯ જેવી મહામારીના સમયે સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને શિક્ષકો સાથે જિલ્લાના તમામ બાળકોના શિક્ષણની સાથે તેમની સલામતી, સુરક્ષા અને આરોગ્યની ચિંતા વ્યક્ત કરી હતી. નાંદરવા હોમિયોપેથીક મેડિકલ ઓફિસર ડૉ.હાર્દિકા માછીએ ARSENICUM ALBUM 30 ગોળી લેતાં પહેલાં અને પછી શું કાળજી રાખવી અને તેના ફાયદા સમજાવ્યા હતા. બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારે શહેરા તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો, શિક્ષકો અને તેમનો પરિવારને કોરોના મહામારી સામે રક્ષણ મળી રહે તે માટે સી.આર.સી.કો.ઓર્ડીનેટરો મારફતે સંબંધિત શાળાઓના શિક્ષકો સુધી ARSENICUM ALBUM 30 નામની ગોળીઓ પહોંચાડવાનું આયોજન મુજબ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ કોવિડ -૧૯ની તમામ પ્રકારની ગાઈડલાઈનને અનુસરી કોરોના સંદર્ભે માર્ગદર્શન આપી સમગ્ર શહેરા તાલુકાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને તેમના પરિવાર માટે હોમિયોપેથીક દવા વેચવામાં આવી હતી.
(અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ગરીબોનુ જીવન ધોરણ ઉંચુ આવે તેની ચિંતા રાજય સરકારે કરી છે : જયદ્રથસિંહ પરમાર

aapnugujarat

2022 માં શું ભારત બનવા જઈ રહ્યું છે વિશ્વગુરુ?? ઘણા ખ્યાતનામ લોકો 21મી સદીને ભારતની સદી ગણાવી રહ્યા છે

aapnugujarat

વિજાપુર નગરપાલિકામાં ભાજપે સગાવ્હાલાને ટિકીટની લ્હાણી કર્યાની ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1