Aapnu Gujarat
મનોરંજન

પ્રિતિકા ચૌહાણની ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ધરપકડ

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ટીવી અભિનેત્રી પ્રિતિકા ચૌહાણની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રી પ્રિતિકા સાથે ફૈઝલ નામની વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ આરોપીને કોર્ટમાં રજૂ કરી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ પાસેથી ૯૯ ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે.
પ્રિતિકા હિમાચલ પ્રદેશના કારસોગમાં રહે છે. અભિનેત્રી બીટેક ગ્રેજ્યુએટ છે. અભિનેત્રીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝમેલા’થી કરી હતી. ત્યારબાદ તેણે ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.
અભિનેત્રી પ્રીતિકા ચૌહાણે ‘સંકટમોચન મહાબાલી હનુમાન’ સિરીયલમાં સાચીની ભૂમિકા ભજવી હતી. સંકટોમોચન મહાબાલી હનુમાન ઉપરાંત તે ઝ્રૈંડ્ઢ અને સાવધાન ઇન્ડિયામાં પણ અભિનય કરી ચૂકી છે.

Related posts

મેરી કોમ બાદ પ્રિયંકા ચોપડા પીટી ઉષા બનવા માટે ઇચ્છુક

aapnugujarat

एक बार फिर से जासूस के रोल में दिखेंगे सलमान खान

aapnugujarat

પુજા હેગડે મહેશ બાબુ સાથે પોતાની ફિલ્મને લઇ ખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1