Aapnu Gujarat
મનોરંજન

પુજા હેગડે મહેશ બાબુ સાથે પોતાની ફિલ્મને લઇ ખુશ

બોલિવુડમાં મોટા પ્રોજેક્ટ સાથે કેરિયરની શરૂઆત કરનાર પુજા હેગડે હવે કેટલીક ફિલ્મોમા કામ કરી રહી છે. તેની તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ સાથેની મહર્ષિ નામની ફિલ્મ નવમી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાત તે હિન્દી ફિલ્મ હાઉસફુલમાં કામ કરી રહી છે. જે મલ્ટીસ્ટારર ફિલ્મ છે. એવા હેવાલ પણ મળ્યા છે કે તેને હવે પ્રભાસ સાથે પણ એક ફિલ્મ મળી ગઇ છે. દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની સાથે એક ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તે તો નવી ઓફરના કારણે ખુબ જ ખુશ છે. બાહુબલી તરકે લોકપ્રિય પ્રભાસની ફિલ્મ મળતા હવે તેની કેરિયરમાં એક નવો વળાંક આવી શકે છે. તેની કેરિયર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેજી સાથે આગળ વધી શકે છે. પ્રભાસે આ સંબંધમાં હજુ સુધી કોઇ માહિતી આપી નથી પરંતુ તે ફિલ્મને લઇને ખુશ છે. પ્રભાસ પણ હવે વધુને વધુ ફિલ્મો કરી રહ્યો છે. એક સાહો નામની ફિલ્મમાં તે બોલિવુડ સ્ટાર શ્રદ્ધા કપુરની સાથે કામ કરી રહ્યો છે. એમ માનવામાં આવે છે કે પુજા હેગડેએ ટોલિવુડમાં અન્ય બીજા મોટા સ્ટારની સાથે પણ ફિલ્મો સાઇન કરી છે. બે ફિલ્મો તે મોટા સ્ટાર સાથે કરી રહી છે. જેમાં જુનિયર એનટીઆર અને મહેશ બાબુનો સમાવેશ થાય છે. પ્રભાસની સાથે પુજા હેગડે જે ફિલ્મ કરી રહી છે તે ફિલ્મનુ નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર કરશે. આ ફિલ્મ યુવ ક્રિએસન્સના બેનર હેઠળ બની રહી છે. ફિલ્મનુ શુટિંગ આ વર્ષે જુન મહિનામાં શરૂ થનાર છે. પુજા હેગડેએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત આશુતોષ ગોવારીકરની ફિલ્મ મોહેનજો દારો સાથે કરી હતી. જેમાં રિતિક રોશન મુખ્ય અભિનેતા તરીકે હતો. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણ પણે ફ્લોપ સાબિત થઇ હત. ત્યારબાદ પુજાને બોલિવુડમાં કોઇ મોટી ફિલ્મો હાથ લાગી નથી. જો કે પ્રભાસ સાથે ફિલ્મ કર્યા બાદ તે કેટલીક મોટી ફિલ્મો હિન્દીની પણ મેળવી તેવી શક્યતા દેખાઇ રહી છે. પુજા હેગડે ખુબ કુશળ હોવા છતાં બોલિવુડમાં સંપૂર્ણ સફળતા હાંસલ કરી શકી નથી. તે બોલિવુડમાં પગ જગાવવા માટે સંપૂર્ણ પણે સક્રિય છે. પુજા બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાને લઇને પણ પરેશાન નથી. તે તમામ પ્રકારના રોલ સારી રીતે અદા કરવા માટે ઇચ્છુક છે. આશુતોષની ઐતિહાસિક વિષય પર આધારિત ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની ચોક્કસપણે નોંધ લેવામાં આવી હતી. પુજા હેગડે સાઉથની ફિલ્મોમાં ઉલ્લેખનીય સફળતા મેળવી રહી છે. તેનુ કહેવુ છે કે તે હિન્દી ફિલ્મોને લઇને પણ નિરાશ થઇ નથી. તેની પાસે પ્રોજેક્ટ આવી રહ્યા છે. જો કે તે પહેલા સારા પ્રોજેક્ટને હાથ ધરી રહી છે.
રિતિક રોશન સાથે પ્રથમ ફિલ્મમાં કામ કર્યા બાદ તે હજુ તેની સાથેવધુ ફિલ્મોમાં કામ કરવા માટે ઉત્સુક છે. તેનુ કહેવુ છે કે રિતિક રોશન બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે છે. તેની સાથે તમામ સ્ટાર કામ કરવા માટે ઇચ્છુક છે. તે એક અલગ ચાહક વર્ગ પણ ધરાવે છે.

Related posts

નીતુ ચંદ્રા ‘ધ વર્સ્ટ ડે’થી હોલીવુડમાં ડેબ્યુ કરશે

aapnugujarat

बेटे को ४ लड़की साथ डेट नहीं करने देना चाहते अक्षय

aapnugujarat

राजकुमार राव शाहरुख खान के फैन हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1