Aapnu Gujarat
મનોરંજન

નીતુ ચંદ્રા ‘ધ વર્સ્ટ ડે’થી હોલીવુડમાં ડેબ્યુ કરશે

અભિનેત્રી નીતૂ ચંદ્રા હોલીવુડમાં પોતાની ઈનિંગની શરૂઆત કરવા માટે તૈયાર છે. તે એક શોર્ટ ફિલ્મ ’ધ વસ્ર્ટ ડે’થી હોલીવુડમાં પગ મુકશે. એક નિવેદન અનુસાર, આ કોમેડી ફિલ્મનું લેખન અને દિગ્દર્શન બુલ્ગારિયાના ફિલ્મકાર સ્ટાનિસ્લાવા આઈવીએ કર્યું છે.
પોતાની ભૂમિકા વિશે નીતૂએ જણાવ્યું, ’મારા માટે ૨૦૧૯ની શરૂઆત અદ્ભૂત છે.’ આ પ્રોજેક્ટ સાથે જોડાઈને હું ઉત્સાહિત છું. તેણે કહ્યું, મને આ અનુભવથી ઘણું શીખવા મળ્યું. આ મારી પ્રથમ નેગેટિવ ભૂમિકા છે, જે જંગલી છે, રસપ્રદ છે, વિલેન છે. નીતૂ અનુસાર, આ પ્રોજેક્ટથી તેનામાં ઘણો ફેરફાર આવ્યો છે. આ પ્રોજેક્ટ તેના માટે ઘણો ખાસ છે.
થોડા સમય પહેલા પ્રો કબડ્ડી લીગની સિઝન દરમિયાન પટના પાઇરેટ્‌સે નીતૂ ચંદ્રાને ટીમની કોમ્યુનિટી એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી. નીતૂ એક અભિનેત્રી અને નિર્માતા હોવાની સાથે-સાથે માર્શલ આટર્સની સમર્થક પણ છે અને હંમેશા ઘણા સામાજીક કાર્યક્રમોમાં જોવા મળે છે.

Related posts

ખુબસુરત વાણી કપુર હવે ચર્ચામાં રહેવા માટે તૈયાર

aapnugujarat

बिग बॉस में हिना को पछाड़ शिल्पा शिंदे बनीं विनर

aapnugujarat

અદિતિ તમિળ ક્રાઇમ થ્રીલરને લઇ ખુશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1