Aapnu Gujarat
Uncategorized

ગુજરાત રાજ્ય ઓબીસી નિગમનાં ચેરમેન નરેન્દ્રબાપુએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

લોકસભાની ચૂંટણીનાં ભણકારા વાગી ચુકયા છે ત્યારે વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ચુંટણીના શ્રીગણેશ કરવા ગુજરાત રાજ્ય ઓબીસી નિગમનાં ચેરમેન અને આપાગીગા ઓટલાનાં મહંત નરેન્દ્ર બાપુ સોમનાથ મહાદેના શરણે આવી પહોચ્યા હતાં અને સોમનાથ મહાદેવની પૂજા અર્ચના અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ તકે મિડીયા સાથેની વાતચીતમાં નરેન્દ્ર બાપુએ જણાવેલ કે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે તેમાં કોઇ શંકા નથી અને ભાજપ એવી પાર્ટી છે કે જે નાનામાં નાના કાર્યકર્તાની કદર કરી સૌથી ઉંચુસ્થાન આપે છે .
ગીર સોમનાથ જિલ્લાનાં નાનાં એવા ભાજપના કાર્યકર્તા કે.સી.ચુડાસમાને ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કમિટી મેમ્બર તરીકેની નિમણુંક કરાઇ છે અને આ ભાજપ પાર્ટીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે રાજકોટનાં વોર્ડમાં કામ કરનારા મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય તેવા સૌ કાર્યકર્તાઓને મહત્વના સ્થાન મળ્યાં છે. ઓબીસી સમાજનાં લોકોને શિક્ષણ, આરોગ્ય અને જરુરી લગતા તમામ કામો સરકાર દ્વારા કરવામાં આવેલ છે. તાજેતરમાં જ ૨૮૨ લાખ જેવી માતબર રકમ ફાળવાઇ છે તેમજ અત્યાર સુધી ૫૦ કરોડ જેટલી રકમ ફાળવાઇ છે. આવનારી લોકસભાની ચૂંટણી બાબતે નરેન્દ્ર બાપુએ જણાવેલ કે ૨૦૧૪ની ચુંટણીમાં પણ ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશ્ચિત હતાં અને આ ૨૦૧૯ની ચુંટણમાં પણ નરેન્દ્ર મોદી નિશ્ચિત છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવેલ કે કોંગ્રેસમાં હજુ કોઇ વડાપ્રધાનનાં દાવેદાર નથી અને કોંગ્રેસ ચારેબાજુથી ૧૩ તાસણીઓ ભેગી કરવામાં પડી છે તેમાં હજુ વડાપ્રધાનનાં દાવેદાર મળતાં નથી અને સંપૂર્ણ વિશ્વાસ સાથે ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ભાજપ પાર્ટી દ્વારા ગીર સોમનાથ જિલ્લાનાં નાનાં એવા અનુસુચિત જાતિ મોરચાનાં કાર્યકર કે.આર. ચુડાસમાની તાજેતરમાં જ ભારત સરકારમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનાં કમિટિ મેમ્બર તરીકેની નિમણુંક કરાઇ છે અને આ તકે સમસ્ત અનુસુચિત સમાજમાં આનંદની લાગણી ફેલાયેલ છે. આ તકે તેઓએ સોમનાથ મહાદેવને તેમજ ઓબીસી નિગમનાં ચેરમેન નરેન્દ્ર બાપુના આર્શીવચન લઇ તેમનો કાર્યભાર સંભાળ્યો હતો.
(અહેવાલ / તસવીર :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

ભાવનગરમાં કૃષિ બિલનાં સમર્થનમાં ભાજપની સહી ઝુંબેશ

editor

एयर इंडिया को हुआ ४,६०० करोड़ रुपये का लॉस

aapnugujarat

એસ.ટી.ડેપો કર્મચારી મંડળ તેમજ મજુર મહાજન યુનિયન દ્વારા ઉભેલા ઉમેદવારની ચૂંટણીમાં જીત

editor

Leave a Comment

UA-96247877-1