Aapnu Gujarat
Uncategorized

ભાવનગર રેલવે મંડળના કર્મચારીઓનું સન્માન કરાયું

ભાવનગર રેલવે મંડળના મંડલ રેલવે મેનેજર પ્રતીક ગોસ્વામીએ મંડળના ૧૨ કર્મચારીઓને મેન ઓફ દ મંથ એનાયત કર્યા છે. ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી અજિતસિંહ ચૌહાણે સંરક્ષાના ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા કર્મચારીઓનાં નામ સૂચવ્યાં હતાં, જેઓને મંડળ રેલવે મેનેજર દ્વારા મેડલ અને પ્રશસ્તિ પત્રો એનાયત કરાયા હતા. મંડળ રેલવે મેનેજરે કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને ભવિષ્યમાં પણ ઉત્તમ કામગીરી કરવાનું ચાલુ રાખવા જણાવ્યું હતું. બાબુલાલ મીણા લોકો પાઇલટ / બોટાદ, દેવેન્દ્ર કુમાર પી-મેન / ગાધકડા, ગણેશ કુમાર પી-મેન / રાજુલા, જીતેન્દ્ર કુમાર કે. મીણા ટ્રેકમેન / પોરબંદર, જમોડ અશ્વિન ગેટ કીપર / સાવરકુંડલા, પ્રણિણભાઇ મેમિકિયા ગેટકીપર / લીલીયા મોટા, સુરેશ કેશુ ટ્રેકમેન / રાજુલા સિટી, પંકજ આર.ગોહિલ પી-મેન / ધોલા જંકશન, કાનજી પરબત ગેટમેન / રાણાવાવ, અનિણકુમાર યાદવ સ્ટેશન માસ્ટર / ધોલા, પ્રવિણ પારશોત્તમ પી-મેન /વઢવાણ સિટી અને જીગ્નેશ નરેન્દ્ર પી-મેન / રાજુલા ને મેન ઓફ ધ મંથનો પુરસ્કાર આપવાામાં આવ્યો છે.


(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

સોમનાથ વિધાનસભા બેઠક પર એનસીપી ઉમેદવાર જગમાલભાઈ વાળાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું

aapnugujarat

દિયોદર ખાતે ધી અરિહંત ક્રેડીટ કો.ઓપ સોસાયટી લિ.ની ૧૮મી વાર્ષિક સાધારણ સભા મળી

aapnugujarat

ગુજરાતની ચુંટણી વિષે પુછતાં દિલ્હીના સીએમે કહ્યું- આ પવિત્ર ભૂમિમાં રાજનીતિની ચર્ચા નહીં કરીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1