Aapnu Gujarat
Uncategorized

ગુજરાતની ચુંટણી વિષે પુછતાં દિલ્હીના સીએમે કહ્યું- આ પવિત્ર ભૂમિમાં રાજનીતિની ચર્ચા નહીં કરીએ

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને આજે ગાંધી આશ્રમની મુલાકાત લઇ પ્રતિક્રિયા આપી હતી કે, અહીં આવીને મને શાંતિનો અનુભવ થયો છે. આ તકે પત્રકારોએ ગુજરાતની ચુંટણીને લઇને સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે આ પવિત્ર ભૂમિ છે. અહીં રાજનિતિની ચર્ચા નહીં, કરીએ તે બહાર કરશું. આ અંગેની વિગત મુજબ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બન્યા બાદ હું પહેલીવાર અહીં આવ્યો છું. આ પહેલા એકિટવિસ્ટ હતો ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત લઇ ચુકયો છું. અહીં આવીને મને શાંતિનો અનુભવ થયો છે. આ તકે ઉપસ્થિત પત્રકારોએ ગુજરાતની ચુંટણીને લઇને પ્રશ્ર્ન પુછતા તેમણે કહયું હતું. કે, આ પવિત્ર ભૂમિમાં હું રાજનિતિ કરવા નથી માગતો, તેની વાત હું બહાર કરીશ. કેજરીવાલની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ ગાંધી આશ્રમની મુલાકાતમાં જોડાયા હતા.

Related posts

વેરાવળની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

aapnugujarat

લીંબડીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

editor

દીવમાં ૫૭માં મુક્તિદિનની શાનદાર ઉજવણી કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1