Aapnu Gujarat
Uncategorized

અસ્થિ વિસર્જન કરવા આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો દરિયામાં ડુબ્યા

ભાવનગર નજીક આવેલ કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિર આવેલું છે જ્યાં આજરોજ દરિયામાં અસ્થિ વિસર્જન માટે બાવળા ખાતેનો એક પરિવાર આવ્યો હતો જેમાં બાવળા ખાતે રહેતા લાભુભાઈ રમતુભાઈ નાયક પત્ની, પુત્ર અને પુત્રી સાથે અસ્થિ વિસર્જન માટે આવ્યાં હતાં, બાદમાં લાભુભાઈ પોતાના ૧૩ વર્ષીય પુત્ર જયેશ અને ૧૭ વર્ષીય પુત્રી સરોજ સાથે દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરિયો ભારે કરંટ ધરાવતો હોય જેથી કોઈ કારણોસર આ પિતા પુત્ર અને પુત્રી સહિત ત્રણેય દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા લાભુભાઈની પત્ની દ્વારા બુમાબુમ મચાવતા લોકોના ટોળા દરિયા કિનારે ઉમટી પડ્યા હતા જ્યારે સ્થાનિક તરવૈયાની મદદ વડે પિતા પુત્ર અને પુત્રી સહિતના ત્રણેયના મૃતદેહ હાથ લાગ્યા હતાં. આ ઘટના અંગેની જાણ પોલીસ થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણેય મૃતકોની લાશને પીએમ માટે કોળિયાક હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

ભાવનગરમાં ધાબળા વિતરણ કરાયા

editor

સોમનાથ શોપિંગ સેન્ટરમાં આયોજિત ગણેશ ઉત્સવમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યાં

aapnugujarat

राजकोट के लीमडाचौक में ट्राफिक वार्डन द्वारा बुजुर्ग से मारपीट वाला विडियो वायरल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1