Aapnu Gujarat
ગુજરાત

ગોધરા વાલ્મિકી સમાજ દ્વારા હાથરસના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે આવેદનપત્ર સોંપાયું

દેશભરમાં ચકચાર જગાવનાર હાથરસ યુવતી પરના અત્યાચાર અને ત્યારબાદ તેના મોતની ઘટનાને લઇને દેશમરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમાં વાલ્મિકી સમાજ દ્વારા આજે જિલ્લા કલેકટર અમિત અરોરાને હાથરસની ઘટનામાં મોતને ભેટેલી પિડિતાના આરોપીઓને ફાંસીની સજા મળે તેવી રજુઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગોધરા સેવાસદન ખાતે આજે વાલ્મિકી સમાજ દ્વારા બેનરો સાથે એકત્ર થઇને જીલ્લા કલેકટર અમિત અરોરાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવાયું હતુંક ે, ઉત્તર પ્રદેશના વાલ્મિકી સમાજની દીકરી સાથે સવર્ણ સમાજના લોકો દ્વારા ખેતરમાં દુપટ્ટો બાંધીને રેપ કરી, તેની જીપ કાપી નાંખી, તેને કમરનાં ભાગે માર મારીને ફ્રેકચર કરી નાંખ્યું હતું. આ દીકરીએ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. આ ઘટનાથી વાલ્મિકી સમાજ ખાસ કરીને ગુજરાતના વાલ્મિકી સમાજ આ જધન્ય કૃત્યને ધિક્કારે છે. આવા તત્વો સામે કડકમાં કડક સજા થાય અને વાલ્મિકી સમાજની દીકરીને ન્યાય મળવો જોઈએ. વધુમાં રેપની ઘટનાઓ સામે સરકાર દ્વારા નવો કાયદો બને, આવા રેપ કેસો ભવિષ્યમાં ના થાય અને સ્રીઓનું રક્ષણ થઈ શકે તેવી રજુઆત આવેદનપત્રમાં કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

बारिश को लेकर नवरात्रि के खेलैया-आयोजक चिंतित

aapnugujarat

मेट्रो रेल प्रॉजेक्ट से जगह-जगह ट्राफिकजाम की समस्या बढ़ गई

aapnugujarat

આનંદનગર વિસ્તારમાં ભેખડ ધસી પડતાં ત્રણ મજૂરોનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1