Aapnu Gujarat
Uncategorized

વેરાવળ નગરપાલિકા દ્વારા લોકાર્પણ કાર્યક્રમો પૂરજોશમાં શરૂ

વેરાવળ નગરપાલિકા દ્વારા લોકાર્પણ અને ખાતમુહુર્તના કામો પૂરજોશમાં શરૂ થઈ ગયા છે. ગોકુલધામ સોસાયટીમાં સીસી રોડનું લોકાર્પણ તથા મેઈન ગેટનું લોકાર્પણ શાસ્ત્રોક્ત વિધિથી નગરપાલિકાના પ્રમુખ મંજુલા સુયાણી, ઉપપ્રમુખ કિશોર સામાણી , એફસીઆઇના ડાયરેક્ટર કાંતિભાઈ ચુડાસમા, કાશી વિશ્વનાથ ઉત્સવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુ સુયાણી, ચાઇલ્ડ લાઇન હેલ્પલાઇન સંસ્થાના ચેરમેન દેવજીભાઇ માકડીયા સહિત સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં કરાયું હતું. વેરાવળ પાટણમાં મોટાભાગના રોડ રસ્તા તથા વિકાસના કામો ને પણ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કરવામા આવશે . કાર્યક્રમમાં આયુર્વેદિક ઉકાળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સોશ્યલ ડિસટન્સિંગ જાળવવામાં આવ્યું હતું. સોસાયટીની મહિલાઓએ મંજુલા સુયાણીને સોમનાથ મહાદેવની પ્રતિમા આપી સન્માન કર્યું હતું.વેરાવળ નગર પાલિકાના પ્રમુખ મંજુલા સુયાણીએ જણાવ્યું હતું કે, વેરાવળ મા ભારેથી ભારે વરસાદ પડવાથી તમામ નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયાની રજૂઆત આવેલ હતી પરંતુ તે સમસ્યા સમગ્ર ગુજરાતની છે. હાલ વરસાદ રોકાતા વેરાવળ પાટણ પંથકમાં રોડ રસ્તાના ખાતમુહૂર્ત તથા લોકાર્પણના ના કામો હાથ ધરાયા છે અને આવનારા દિવસોમાં વહેલા પુરા થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
પાલિકાના ઉપપ્રમુખ કિશોર સામાણીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગોકુલધામ સોસાયટીના રોડનું લોકાર્પણ કરાયું છે. વેરાવળમાં ભુગર્ભ ગટરયોજનાના ૮૦ ટકા કામો પૂરા થઈ ગયા છે અને વેરાવળ નું દુર્ભાગ્ય છે કે કોન્ટ્રાક્ટરના વિવાદના કારણે કોર્ટમાં કેસ ચાલી રહેલ છે. વેરાવળમાં પમ્પિંગ સ્ટેશન વહેલા ચાલુ કરી ભુગર્ભ ગટરમાં કનેક્શન આપી પાણીનો નિકાલ કરવાના પ્રયાસો કરાશે.
ડાયરેક્ટ ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના કાંતિભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, લોકોની સુખાકારી કરવાની વાત કરવામાં આવે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતી ભાજપ સરકાર દ્વારા તાજેતરમાં જ વેરાવળ નગરપાલિકાને પણ ખૂબજ ફંડ આપેલ છે ત્યારે નગરપાલિકા દ્વારા પણ મોટાભાગના રસ્તાઓમાં પેવરબ્લોક , સીસીરોડ , સ્ટ્રીટ લાઇટ , કચરાનો નિકાલ સહીત અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

ઢસાના માંડવા પાસે સર્જાયો ભયાનક અકસ્માત

editor

સુરેન્દ્રનગરમાં દેશની આંતરિક સમસ્યા અને તેનો ઉકેલ વિષય પર જાહેર વ્યાખ્યાન યોજાશે

aapnugujarat

રેલવે સત્તાવાળા સામે રોષની લીધે સુરેન્દ્રનગર-જોરાવરનગરમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1