Aapnu Gujarat
Uncategorized

સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે, ત્યારે મોટાભાગનો પાક નિષ્ફળ જવાથી જગતનો તાત આર્થિક રીતે પાયમાલ બની ગયો છે અને દુખી દુખી થઈ ગયો છે. પાક નુકસાનીનો સર્વે ક્યારે મળશે તેની રાહ જોવી કે બીજા પાક માટે ખેતર સાફ કરવું અને હવે ખેતર સાફ કરાવવાની મજુરીના પૈસા પણ નથી રહ્યા જેથી વીરપુર પંથકના કેટલાય ખેડૂતોએ આજે પોતાના ખેતર કે જેમાં મગફળી કાઢીને રાખી હતી તેના પર બે દિવસથી સતત વરસાદ પડતાં હવે તે મગફળીના પાક કામનો જ ન રહેતા પાક જ સળગાવી નાખ્યાં છે.
આ અંગે વીરપુર પંથકના ખેડૂતોએ જણાવેલ કે, અહીંના ખેડૂતોએ ખેતરમાં લાખોનો ખર્ચ કરીને મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ કુદરત કોપાયમાન થતા ભારે વરસાદે ઉભા પાકનો સોથ વાળી દેતા ખેડૂતોના પરિવાર આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગયો હતો, જે રીતે સરકારે સર્વે કરાવીને રાહત મળશે તેવી જાહેરાત કર્યા બાદ સર્વેની રાહ જોયા વગર ખેતર સાફ કરાવવાની મજુરી પણ પરવડે તેમ નથી જેને લઈને અમો ખેડૂતોએ અમારા ખેતરમાં આગ લગાવીને પાક બાળી નાખ્યો છે. ખેડૂતોએ જણાવેલ કે, અમોએ મગફળીનો પાક પાકી જતા કાઢીને રાખ્યો છે જે મગફળીના એક છોડમાં ૨૦ થી ૨૫ દાણા હોય તેમાં હાલ માત્ર ૫ થી ૬ જ દાણા જોવા મળે છે અને તે દાણાની ખોલતા અંદર મગફળીનો દાણો જ નથી નીકળતો અને અમારે હાલ બીજા પાકનું પણ વાવેતર કરવું હોવાથી અમારે ખેતર સાફ કરવા માટે પાક સળગાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.


(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)
(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો ૧૭૨મો પાટોત્સવ ઉજવાયો

editor

વેરાવળ ખાતે ખેડૂતોના આર્થિક વિકાસ માટે આયોજિત મહા ખેડૂત શિબિરમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

aapnugujarat

ગીર સોમનાથ જિલ્લા એલસીબી દ્વારા દારૂ ની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1