Aapnu Gujarat
ગુજરાત

મસાબાર ગામમાં દીપડાનું બચ્ચુ રેસક્યુ કરાયું

પંચમહાલ જીલ્લાની છેવાડે આવેલા જાંબુઘોડાના વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તારમાં આવેલા ગ્રામીણ વિસ્તારોની માનવ વસાહતોમાં દીપડા આવી જવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. જાંબુઘોડા તાલુકાના મસાબાર ગામના કુવામાં દીપડાનું બચ્ચું પડી જવાની ઘટના બની હતી જેની જાણ સ્થાનિકોને થતાં તેઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતાં. ગ્રામીણો દ્વારા વનવિભાગને જાણ કરવામાં વન વિભાગની ટીમ તુરંત જ સાધન સામગ્રી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ સલામત રીતે રેસક્યુ કરી બચ્ચાને બહાર કાઢી પાંજરે પુર્યું હતું અને બાદમાં તેની સારવાર કરી સલામત રીતે વનમાં ચોડી મૂક્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

અમિત શાહના સોંગદનામાને લઇ કોંગ્રેસે ગંભીર સવાલ કર્યા

aapnugujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા કમલમ ખાતે મીડીયા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

editor

મોદીની કચ્છ યાત્રાને લઈ યુવા મોરચાની તૈયારી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1