Aapnu Gujarat
ગુજરાત

વિરાટ, રોહિત શર્માની નિંદા નહીં કરી શકું : અખ્તર

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ફરી એક વખત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યો છે. શોએબ અખ્તરે ભારતને એક દુશ્મન દેશ ગણાવ્યો છે. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું કે ભલે ભારત તેમનો દુશ્મન દેશ છે, તેમ છતાં તે વિરાટ કોહલી અને રોહિત શર્માની નિંદા નહીં કરી શકે. આ ઉપરાંત પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટીકા કરવાના સવાલ પર શોએબ અખ્તરે તીવ્ર પ્રતિક્રિયા આપી. શોએબ અખ્તરે પાકિસ્તાની યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું માત્ર પાકિસ્તાની ટીમની ટીકા કરતો નથી. હું ભારતીય ટીમની પણ ખૂબ ટીકા કરી ચુક્યો છું. પરંતુ તમે વિરાટ કોહલીની ટીકા કેવી રીતે કરી શકો છો. વિરાટ કોહલીએ ૧૨ હજાર રન બનાવ્યા, આ અંગે તમે શું કહેશો? તેના આટલા ૧૦૦ છે તમે શું કરશો? રોહિત શર્માની ત્રણ ડબલ સેન્ચ્યુરી છે. બુમરાહ વિશે તમે શું કહેશો? આપણો દુશ્મન દેશ છે પણ તેમની અંદર દમ છે. વિરાટ કોહલી એક મહાન બેટ્‌સમેન બની ગયો છે, તમે તેના વિશે શું કહેશો, શું હું તેને કહી દઉ કે તે ખરાબ માણસ છે. ૨૦૧૦ પહેલા વિરાટ કોહલી કંઈ નહોતો. વિરાટ કોહલી મારા જેવો સામાન્ય છોકરો હતો. બોર્ડે વિરાટ કોહલીને ટેકો આપ્યો. વિરાટ કોહલી બનાવવામાં આવ્યો છે. અમારી ટીમ મેનેજમેન્ટે કંઇ કર્યું નથી. આપણે ત્યાં એવું છે કે ક્રિકેટરોને બગાડવામાં આવે છે. તેઓ બરબાદ કરી દેવામાં આવે છે. જો વિરાટ કોહલી રન બનાવી રહ્યો છે, તો તેના વિશે શું કહું. શોએબ અખ્તરે કહ્યું, આપણે ત્યાં ‘બાબર આઝમની તુલના વિરાટ સાથે કરવામાં આવી રહી છે. અરે ભાઈ તેને રમવા દો બાબર આઝમને ઝડપી રમવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. જો ટીમમાં ખોટા લોકોની પસંદગી કરવામાં આવે તો તમે શું કહો છો? જો સત્ય પચતું નથી તો તે મારી સમસ્યા નથી. જો તમારી પાસે સત્ય સાંભળવાની હિંમત નથી, તો પછી તમે તમારી જાતને કેવી રીતે સુધારશો? શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમને ડરપોક ગણાવી. તેણે કહ્યું કે તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર આવી ટેસ્ટ હારી જાણે કોઇ કાયર હોય. શોએબ અખ્તરે કહ્યું કે અસદ શફીકે ૮૦-૮૦ ટેસ્ટ મેચ રમી છે અને તે જાણે એ રીતે રમતો હોય જાણે પહેલી વાર ટેસ્ટ મેચ રમી રહ્યો હોય.

Related posts

રક્તદાન મારફતે ૨૦૫૦૦ લોકો એચઆઈવીગ્રસ્ત થયા

aapnugujarat

फेसबुक पर फ्रेन्डशिप करके युवक के साथ सृष्टि विरूद्ध का काम

aapnugujarat

રિવરફ્રન્ટ પર પહેલી મેથી ભવ્ય કાર્યક્રમનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1