Aapnu Gujarat
ગુજરાત

રક્તદાન મારફતે ૨૦૫૦૦ લોકો એચઆઈવીગ્રસ્ત થયા

ઉત્તર પ્રદેશમાં ૨૧ લોકો એક જ સિરિન્જના ઝડપી ઉપયોગથી એચઆઈવીગ્રસ્ત થઇ ગયાના સમાચાર બાદ હવે વધુ ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે. સરકારી રેકોર્ડમાં ધ્યાન આપવામાં આવતા જાણવા મળ્યું છે કે, ૨૦૦૭ બાદથી બ્લડ ટ્રાન્સફ્યુઝન અથવા તો લોહી એકથી બીજા વ્યક્તિને આપવાના કારણે ૨૦૫૯૨ લોકો ભારતભરમાં એચઆઈવીગ્રસ્ત થઇ ચુક્યા છે. ઇન્ટેગ્રેટેડ કાઉન્સિલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર દ્વારા પુરા પાડવામાં આવેલા આંકડાના આધાર પર આ વિગત સપાટી ઉપર આવી છે. નેશનલ એઇડ્‌સ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચલાવવામાં આવતી ઇન્ટેગ્રેટેડ કાઉન્સિલિંગ એન્ડ ટેસ્ટિંગ સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા આંકડા ખુબ જ ચોંકાવનારા રહ્યા છે. છેલ્લા ૧૧ વર્ષના ગાળામાં ૨૦૫૦૦થી વધુ લોકો બ્લડટ્રાન્સફ્યુઝનથી એચઆઈવીગ્રસ્ત થયા છે. ગુજરાત આમા પાછળ નથી. નિષ્ણાતોનું કહેવું ચે કે, કેટલીક વખત બેદરકારી પણ આના માટે મુખ્યરીતે જવાબદાર રહે છે. ઇન્ફેક્શનના કારણ તરીકે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે બિનસુરક્ષિત સેક્સ સંબંધો પણ એક કારણરુપ હોઈ શકે છે. ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, બ્લડ ટ્રાન્સફ્યુઝનના પરિણામ સ્વરુપે એચઆઈવી પોઝિટિવ કેસોની સૌથી મોટી સંખ્યા ગુજરાતમાં નોંધાઈ છે. ગુજરાતમાં આંકડા ચિંતાજનક છે. આંકડા દર્શાવે છે કે, દરેક પાંચ કેસો પૈકી એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. બ્લડ ટ્રાન્સફ્યુઝનના મામલામાં ગુજરાત ટોપ ઉપર હોવાની વિગતો ખુલી છે. બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં આ સંદર્ભમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી ચુકી છે. તમિળનાડુ પણ આ યાદીમાં છે. તબીબોનું કહેવું છે કે, જો બ્લડ બેંક ફોર્થ જનરેશનના ટેસ્ટિંગથી અતિઆધુનિક વ્યવસ્થામાં ન રાખે તો બ્લડ ટ્રાન્સફ્યુઝન મારફતે વ્યક્તિને એચઆઈવી થઇ શકે છે. સરકારી હેલ્થ સેન્ટરોમાં ઉપયોગ કરવામાં આવી થર્ડ જનરેશનની કિટમાં કેટલીક અસરગ્રસ્તો હોવાની વિગતો પણ ખુલી ચુકી છે. તબીબોનું કહેવું છે કે, સમગ્ર મામલામાં સાવચેતી ખુબ જરૂરી બની ગઈ છે. એવા પણ દાખલા જોવા મળ્યા છે જેમાં વ્યક્તિગતો એચઆઈવી પોઝિટિવ સામેવાળી વ્યક્તિ છે તે જાણ્યા વગર રક્તદાન કરી નાંખે છે. ફોર્થ જનરેશનની કિટ વિન્ડો પિરિયડમાં ઇન્ફેક્શન શોધી કાઢે છે અને રોગને રોકવામાં સફળ થાય છે. નાકોને ૧૬૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી ચુકી છે. સત્તાવાળાઓએ એચઆઈવી ફેલાવવા માટેના કેસોને રોકવા અને તકોને ઘટાડી દેવા માટે નવેસરની કિટ મેળવવા માટે નાણાનો ઉપયોગ કરવો જોઇએ.

Related posts

19 जनवरी से मुंबई से अहमदाबाद के बीच शुरू होंगी तेजस एक्सप्रेस

aapnugujarat

ભાવનગરમા ફિઝીયોથેરાપી સેન્ટરમાં ખાસ આરોગ્ય શિબિર યોજાઈ

editor

જગન્નાથજીનો જયેષ્ઠાભિષેક સંપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1