Aapnu Gujarat
ગુજરાત

પાંચ હજારથી ઓછા મતોથી જીતેલાં ૨૦ સભ્ય સામે રિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ હજાર કરતાં ઓછા મતોથી જીતનારા ૨૦ જેટલા ધારાસભ્યોની જીતની કાયદેસરતાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં એકદમ પાંચ હજાર કરતાં ઓછા માર્જીનથી જીતેલા ધારાસભ્યો સામે હાઇકોર્ટમાં થયેલી ઇલેકશન પિટિશનને લઇ હવે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. તો બીજીબાજુ, જીતેલા ઉમેદવારોના ધબકારા પણ સહેજ વધી ગયા છે કારણ કે, કેટલાક ઉમેદવારો તો ગણતરીના મતોથી જીત્યા છે. ખાસ કરીને રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાત કરીએ તો, તેઓ માત્ર ૩૨૭ મતોથી વિજયી થયા છે. ઇલેકશન પિટિશનમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત, બાબુ બોખીરીયા, શૈલેષ પરમાર સહિતના અનેક દિગ્ગજોની જીત અને વિજય સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પિટિશનમાં દેવભૂમિ દ્વારકા, માંડવી, ગારિયાધાર, પાટણ, ગાંધીનગર ઉત્તર અને જમાલપુર-ખાડિયા સહિતના બેઠકોના ઉમેદવારો અને તેમના વિજયને લઇ ચૂંટણી પંચની કાર્યવાહી અને મતગણતરીને લઇને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પિટિશનમાં ઓછા માર્જિનથી જીતેલા આવા ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા પણ દાદ માંગવામાં આવી હતી. પિટિશનમાં એ મુદ્દા પર હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોરાયું છે કે, સૌથી વધુ ૧૬ બેઠકો એવી હતી કે, જેની પર ઉમેદવારો ત્રણ હજાર કરતાં પણ ઓછા મતોથી વિજયી બન્યા હતા. પિટિશનમાં ચૂંટણી પંચની કામગીરી અને મતગણતરીને લઇને કેટલાક સવાલો ઉઠાવ્યા હતા અને વિજેતા ધારાસભ્યોની જીતની કાયદેસરતાને પડકારી હતી. સાથે સાથે વિજયી ધારાસભ્યો પૈકીના કેટલાકની જીતને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવા પણ દાદ માંગી હતી. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાય તેવી શકયતા છે. જો કે, આ અરજીને લઇ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.

Related posts

પાક વીમા આપવામાં અને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં સરકાર નિષ્ફળ રહી છે : ધાનાણી

aapnugujarat

‘Statue of Unity’ shortlisted for ‘The Structural Awards 2019’ of UK-based IStructE

aapnugujarat

મણિશંકરનું નિવેદન ગુજરાતનું પણ અપમાન : મોદીની ગર્જના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1