Aapnu Gujarat
ગુજરાત

રિવરફ્રન્ટ પર પહેલી મેથી ભવ્ય કાર્યક્રમનું આયોજન

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહેલી મેથી ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છ દિવસ સુધી ચાલનાર આ સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉત્સવ પહેલી મેથી શરૂ થયા બાદ છઠ્ઠી મે સુધી ચાલશે. આ અંગેની જાહેરાત મેયરે પોતે કરી છે. આ મહોત્સવમાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અનેક કલાકારો ભાગ લેશે. હાસ્ય ડાયરો, ડાન્સ અને સંગીતના કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવ દરમિયાન હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ માર્કેટનું આયોજન પણ કરવામાં આવશે. વધુ વિગતો આપતા મેયરે કહ્યું છે કે, રાજ્યના જુદા જુદા ભાગોમાંથી આવેલી જુદી જુદી કેરીઓની જાતિઓ પણ રજૂ કરવામાં આવશે.
રસપ્રદ બાબત એ છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આ મહોત્સવ દરમિયાન જે મુખ્ય હાઈલાઇટ છે તેમાં આ વખતે બોટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નથી. પાણીની કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે રિવરફ્રન્ટ પર બોટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું નથી. કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં ગુજરાત અને રાજસ્થાનના કલાકારો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. ઓપન એર મુવી સ્ક્રીનિંગ પણ યોજાશે. ઉપરાંત લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. ઉપરાંત હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ માર્કેટ, ખાણી-પીણીના બજારો પણ રિવરફ્રન્ટ ઉત્સવના આકર્ષણ તરીકે રહેશે. બાળકો હાલ વેકેશન માણી રહ્યા છે ત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકોને પણ મજા પડી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉત્સવની તૈયારી જોરદારરીતે હાથ ધરવામાં આવી ચુકી છે.

Related posts

राज्य में आतंकवादियों द्वारा लोन वुल्फ अटेक की दहशत

aapnugujarat

38 councillors suspended by BJP Gujarat for “disrespecting” directives of the party

editor

મને અને મારા પતિના જાનને જોખમ છે : નલિયા સેક્સ કાંડની પીડિતાનો ધડાકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1