Aapnu Gujarat
Uncategorized

ગીર ગઢડામાં ૧ કલાકમાં ૩, જસદણ પંથકમાં ૧ વરસાદ

સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે પણ ભારે ઉકળાટ બાદ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે જસદણ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જસદણના શિવરાજપુર ગામમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને ખેતરો પાણી પાણી બનતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તેમજ ધારીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.
ગીર ગઢડા પંથકમાં આજે એક કલાકમાં એકથી ત્રણ ઈંચ વરસાદ વરસતા નદી-નાળા છલકાયા હતા. ગીર ગઢડા પંથકમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડાના વેળાકોટ, ખીલાવડ, ધોકડવા સહિતના ગામોમાં એક કલાકમાં એકથી ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે પણ દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. ધારી શહેરમાં આજે સવારથી જ અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો કંટાળી ગયા હતા.
અધૂરામાં પૂરુ શહેરમાં નવી વસાહતમાં બપોરના સમયે એક ટ્રક ચાલક વીજપોલ સાથે અથડાતા આ વિસ્તારમાં વીજળી ગુલ થઇ હતી. જેને કારણે લોકો અકળાયા હતા. બપોર બાદ ૪ વાગ્યા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યાના સમાચાર છે.

Related posts

જીરુનો પાક નિષ્ફળ જતા ખેડુતે કરી આત્મહત્યા

aapnugujarat

‘પદ્માવત’નાં વિરોધમાં રાજ્યમાં ચક્કાજામ, મોરબીમાં ફિલ્મ રિલીઝ પર ગ્રહણ

aapnugujarat

પરિણિતાને બ્લેકમેલ કરી યુવકે દુષ્કર્મ આચર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1