Aapnu Gujarat
બિઝનેસ

સતત ત્રીજા વર્ષે જેફ બેજોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા : ફોર્બ્સ

એમેઝોનના મુખ્ય કાર્યકારી જેફ બેજોસે કોરોના મહામારીના આ સમયમાં પણ પોતાની બાદશાહત જાળવી રાખી છે. તે ફોર્બ્સની યાદીમાં સામેલ હજુ પણ સૌથી અમીર વ્યક્તિ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘણુ નુકસાન થયુ છે. તેમને કોરોના કાળમાં પોતાના રિયલ એસ્ટેટ, હોટલ અને રિઝોર્ટના બિઝનેસમાં નુકસાન વેઠવુ પડ્યુ છે. ફોર્બ્સએ સૌથી અમીર ૪૦૦ અમેરિકી નાગરિકોની યાદી જારી કરી છે. જેમની પાસે ભારતની કુલ જીડીપી કરતા પણ વધારે પૈસા છે. આ ચારસો લોકોની પાસે ૩.૨ ટ્રિલિયન ડૉલરની સંપત્તિ છે. આ અમીરોની સંપત્તિ કોરોના કાળમાં પણ વધી છે જ્યારે ૧.૮ મિલિયન એટલે કે ૧૮ લાખ અમેરિકીઓએ નોકરી ગુમાવી છે.
વીડિયો કૉન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમના સીઈઓ એરિક યુવાનની સંપત્તિ આ કોરોના મહામારીમાં જોરદાર રીતે વધી છે અને ૧૮ અન્ય લોકો પાસે પહેલીવાર ફોર્બ્સના અમીરોની યાદીમાં સ્થાન મળ્યુ છે. એરિક પાસે ૧૧ બિલિયન ડૉલરની સંપત્તિ આંકવામાં આવી. એરિકની પાસે ટ્રમ્પની તુલનામાં પાંચ ગણી વધારે મિલકત છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી ૨૭૫માં સૌથી અમીર અમેરિકી નાગરિક હતા, પરંતુ કોરોના મહામારીમાં તેમને જબરદસ્ત નુકસાન વેઠવુ પડ્યુ અને તેઓ ૩૫૨માં નંબર આવી ગયા. તેમની સંપત્તિ ૩.૧ બિલિયન ડોલરથી ઘટીને ૨.૫ બિલિયન ડોલર રહી ગઈ છે.આ યાદીમાં સાત ભારતીય અમેરિકી લોકોએ પણ સ્થાન મેળવ્યુ છે.

Related posts

એસબીઆઇએ ૧૨૦૦ બ્રાંચના નામ-આઈએફએસસી કોડ બદલ્યાં

aapnugujarat

આઈટી દ્વારા નોટબંધી પહેલા જંગી કેશ ડિપોઝિટ સંદર્ભમાં તપાસ

aapnugujarat

દિવાળીમાં સ્માર્ટફોનની ખરીદી રેકોર્ડ ઊંચાઈએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1