Aapnu Gujarat
બિઝનેસ

એસબીઆઇએ ૧૨૦૦ બ્રાંચના નામ-આઈએફએસસી કોડ બદલ્યાં

ભારતીય સ્ટેટ બેંકની ૧૨૦૦થી વધારે બ્રાંચના નામ કોડ અને આઈએફએસસી કોડને બદલવામાં આવ્યા છે. આમાં એ બેંકોની બ્રાંચનો પણ સમાવેશ થાય છે જેને થોડા સમય પહેલાં ભારતીય સ્ટેટબેંકમાં ભેળવી દેવામાં આવી હતી. બેંકોએ પોતાની સાઈટ પર એ બ્રાંચોનું આખું લિસ્ટ મૂક્યું છે જેના આઈએફએસસી કોડ અને નામો બદલવામાં આવ્યા છે. આમાં મુંબઈ, દિલ્હી,બેંગ્લુરૂ, ચંદીગઢ, અમદાવાદ, જયપુર, કોલકત્તા, ચેન્નઈ, હૈદરાબાદ, પટણા અને ભોપાલ સહિતની બ્રાંચનો સમાવેશ થાય છે.  ઉદાહરણ તરીકે દિલ્હીની આઈએફઆઈસી ટાવરની બ્રાંચનું નામ બદલવામાં આવ્યું છે. હવે તેનું નામ નહેરૂ પ્લેસ બ્રાંચ રાખવામાં આવ્યું છે. સાથે જ આ બેંકનો બ્રાંચ કોડ પણ બદલી દેવામાં આવ્યો છે. પહેલા તેનો કોડ ૦૪૬૮૮ હતો જે હવે બદલાઈને ૩૨૬૦૨ થઈ ગયો છે. તો તેનો આઈએફએસસી કોડ પણ હવે બદલાઈને એસબીઆઇએન૦૪૬૮૮ થઈ ગયો છે. પહેલાં આ કોડ એસબીઆઇએન૩૨૬૦૨ હતો. ગ્રાહક તરીકે આપને બેંકની જાણકારી ઘણી જગ્યાએ આપવાની હોય છે. આમા સૌથી મહત્વનો આઈએફએસસી કોડ હોય છે આ કોડ વગર તમે ક્યાંયથી પણ ફંડ ટ્રાંસફર કરી શકતા નથી.  આવી જ રીતે અમદાવાદની પણ એક બ્રાંચને હવે એક અલગ નામ આપી દેવામાં આવ્યું છે અને તેનો બ્રાંચ કોડ ૪૮૮ કરી દેવામાં આવ્યો છે. પહેલા આનો બ્રાંચ કોડ ૨૬૪૯ હતો.  આવી જ રીતે તેનો આઈએફએસસી કોડ બદલીને એસબીઆઇએન૦૦૪૮૮ રાખવામાં આવ્યો છે જે પહેલા એસબીઆઇએન૦૨૬૪૯ હતો.

Related posts

ટ્રેડ વોરની દહેશતની વચ્ચે આખરે સેંસેક્સમાં ૩૫૨ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

રવિ સિઝનમાં વાવેતરનો આંક ઘટ્યો, માત્ર ૬૪૨.૮૮ લાખ હેક્ટર રહ્યો

aapnugujarat

ગૂગલમાંથી હટાવાયું મહત્વપૂર્ણ ફિચર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1