Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ટ્રેડ વોરની દહેશતની વચ્ચે આખરે સેંસેક્સમાં ૩૫૨ પોઇન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં તેજી રહ્યા હતા. અંતે જોરદાર કડાકો બોલી ગયો હતો. વૈશ્વિક બજારોમાં નોંધાયેલી મંદી વચ્ચે તેની સીધી અસર જોવા મળી હતી. ગ્લોબલ ટ્રેડ વોરની દહેશત વચ્ચે બીએસઈ સેંસેક્સ ૩૫૨ પોઇન્ટ ઘટીને ૩૩૦૧૯ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટીમાં ૧૨૫ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૧૦૧૨૦ નોંધાઈ હતી. બુધવારના દિવસે ચીને અમેરિકાની જોરદાર ઝાટકણી કાઢી હતી. ચાઈનીઝ ઇન્ડસ્ટ્રીયલની ૫૦ અબજ ડોલરની કિંમત પર ટેરિફ લાદવાની અમેરિકાની યોજનાની ઝાટકણી કાઢી હતી. એશિયન બજારમાં પણ અફડાતફડીનો માહોલ રહ્યો હતો. સ્કાયમેટ દ્વારા આજે કરવામાં આવેલી આગાહીની અસર પણ બજાર ઉપર જોવા મળી ન હતી અને અંતે કડાકો બોલી ગયો હતો. અમેરિકી ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ૩૮૯ પોઇન્ટનો સુધારો થતા તેની સપાટી ૨૪૦૩૩ ઉપર રહી હતી. જ્યારે એસએન્ડપી ૫૦૦માં ૩૨ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૨૬૧૪ નોંધાઈ હતી. આવી જ રીતે નાસ્ડેક કમ્પોઝિટમાં ૭૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જેથી તેની સપાટી ૬૯૪૧ રહી હતી. ભારતીય બજારો અને વૈશ્વિક બજારો પર તેની અસર થઇ હતી. શેરબજારમાં ગઇકાલે મંગળવારના દિવસે કારોબારના અંતે રિવકરી નોંધાઈ હતી. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છતાં શેરબજારમાં તેજી રહી હતી. મંગળવારે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૧૫ પોઇન્ટ ઉછળીને ૩૩૩૭૧ની સપાટી પર રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૩૩ પોઇન્ટ ઉછળીને ૧૦૨૪૫ની સપાટી પર રહ્યો હતો.મૂડીરોકાણકારો હવે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯ની આ પ્રથમ દ્વિમાસિક નીતિ સમીક્ષા છે. છેલ્લા સપ્તાહ દરમિયાન બીએસઈ સેંસેક્સમાં ૩૭૨ પોઇન્ટનો અથવા તો ૧.૧૪ ટકા સુધીનો સુધારો થયો હતો ત્યારે એનએસઈ નિફ્ટીમાં ૧૧૫ પોઇન્ટનો ઉછાળો અથવા તો ૧.૧૫ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. મોતીલાલ ઓસ્વાલ સંસ્થાના અધિકારીનું કહેવું છે કે, કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની અસર હવે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં જોવા મળશે.
એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી પણ યોજાનાર છે. બેંકિંગ સિસ્ટમ માટે પણ આ ગાળો ખુબ મહત્વપૂર્ણ છે. મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર ઇન્ડેક્સ (પીએમઆઈ)માં ઘટાડો થતાં આ આંકડો જાન્યુઆરી મહિનામાં ૫૨.૪ ટકાની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ૯૨.૧ ટકા રહ્યો હતો. ક્રૂડ ઓઇલની કિંમતોની અસર પણ જોવા મળશે. ક્રૂડની કિંમત હાલમાં ૬૪.૫૭ બેરલ સુધી પહોંચી ગઇ છે. એફપીઆઈ અને ડીઆઈઆઈ દ્વારા કરવામાં આવનાર મૂડીરોકાણ, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરિબળોની અસર પણ નવા સપ્તાહમાં રહેશે.

Related posts

કોઈને પણ દેશના વર્તમાન માળખાની અવગણના કરવાનો અધિકાર નથી : જેટલી

aapnugujarat

પાંચ વર્ષોથી અટકેલી અરજી પર પ્રાથમિકતાથી સુનાવણી હાથ ધરાય : ચીફ જસ્ટીસ મિશ્રા

aapnugujarat

रेलवे में होने वाली भर्ती में 50 फीसदी पदों पर महिलाओं की भर्ती होगी : पीयूष गोयल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1