Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાંચ વર્ષોથી અટકેલી અરજી પર પ્રાથમિકતાથી સુનાવણી હાથ ધરાય : ચીફ જસ્ટીસ મિશ્રા

ભારતના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને કહ્યું છે કે, પાંચ વર્ષ અથવા તો વધારે સમયથી અટવાયેલી અરજીઓ ઉપર પ્રાથમિકતાના આધાર પર સુનાવણી હાથ ધરવામાં આવે. પાંચ વર્ષ અથવા તો વધુ સમયથી જેલમાં રહી ચુકેલા લોકોની અપીલને લઇને ચીફ જસ્ટિસ દ્વારા આ મુજબના આદેશ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના મુખ્ય સંરક્ષણ હોવાના આધાર પર ચીફ જસ્ટિસ વર્ષોથી જેલમાં રહેલા લોકોની પીડાથી વાકેફ છે. તેઓએ આ પગલાની શરૂઆત કરી છે. આ પગલા હેઠળ રાજ્ય કાયદાકીય સેવાઓના અધિકારીઓ તરફથી ગરીબ કેદીઓને મફતમાં વકીલની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સેવા એવા કેદીઓને મળશે જે પાંચ વર્ષથી વધુ સમયથી જેલમાં છે.
સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટના પ્રાથમિકતા હેઠળ થનારી સુનાવણી દરમિયાન વકીલ તેમના તરફથી કેસ લડશે. આના માટે જીજેઆઈ દિપક મિશ્રાએ હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસને એક પત્ર લખ્યો છે જેમાં તેમને હાઈકોર્ટમાં મોટી સંખ્યામાં વિચારણા હેઠળ રહેલી જેલ અપીલોનો નિકાલ લાવવા માટે આદેશો કરવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસે કહ્યું છે કે, આ અપીલોના નિકાલમાં થનારા વિલંબથી ન્યાયિક વહીવટીતંત્રની અસરકારકતાની સાથે અપરાધિક ન્યાય વ્યવસ્થા ઉપર પણ પ્રશ્નો થાય છે. પાંચ વર્ષથી વધુ સમયથી જેલમાં રહેતા કેદીઓની વિચારમા હેઠળ રહેલી અરજી ઉપર સુનાવણી માટે શનિવારના દિવસે પણ કોર્ટ યોજવા માટે ચીફ જસ્ટિસ તરફથી અપીલ કરવામાં આવી હતી. તેમની આ અપીલને જોરદાર સમર્થન મળ્યું છે. ત્રણ હાઈકોર્ટને બાદ કરતા તમામ હાઈકોર્ટે લાંબા સમયથી પેન્ડિંગ અપરાધિક મામલાઓ ઉપર શનિવારના દિવસે પણ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે મહિના દરમિયાન આ પ્રકારથી નવ સુનાવણીમાં જ એક હજાર કેસોનો નિકાલ કરાયો છે.

Related posts

Every Indian takes pride in the fact that India is a land of diversity: PM Modi

aapnugujarat

મહારાષ્ટ્રમાં ૯૧ ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માંગણી કરી

aapnugujarat

राम जन्म भूमि पर राम मंदिर बनेगा : भागवत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1