Aapnu Gujarat
બિઝનેસ

ગૂગલમાંથી હટાવાયું મહત્વપૂર્ણ ફિચર

ગૂગલે પોતાના સર્ચ એન્જિન માંથી એક મહત્વપૂર્ણ ફિચર હટાવી દીધું છે. આ ફિચર તેને ઇમેજ ઓપ્શન સાથે સંબંધિત છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગૂગલે આ પગલું કૉપી રાઇટ ઇશ્યૂને ધ્યાનમાં લઇને લીધું છે. હકીકતમાં હવે તમને ગૂગલ ઇમેજમાં કોઇપણ ફોટો પર વ્યૂ ઇમેજનું ઓપ્શન નહી મળે. આ ફિચરનો ઉપયોગ કરતાં પહેલા યુઝર્સ ફોટોને તેના ઓરિજિનલ સાઇઝમાં જોઇ શકતાં હતા. એટલું જ નહી તેને સરળતાથી ડાઉનલોડ પણ કરી શકાતી હતી. પરંતુ હવે ઇમેજને ઓરિજિનલ સાઇઝમાં ડાઉનલોડ કરવી મુશ્કેલ થઇ જશે.ગૂગલે પોતાના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી છે.  ગૂગલ તરફથી ટ્‌વીટ કરવામાં આવી કે અને યુઝર્સ અને અનેક વેબસાઇટ સાથે જોડાવા માટે ઇમેજડ સેક્શનમાં કેટલાંક ફેરફાર કરવા જઇ રહ્યાં છીએ. તે હેઠળ વ્યૂ ઇમેજનો ઓપ્શન હટાવી દેવામાં આવશે. જો કે વિઝિટ ઓપ્શન યથાવત રહેશે જેથી યૂઝર ઇમેજ સાથે સંબંધિત સમાચાર જે તે વેબસાઇટ પર વાંચી શકશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પગલાં પાછળ તેનો ગેટી ઇમેજ સાથે કરવામાં આવેલો કરાર છે. ઇમેજ સેક્શનમાં થયેલા આ ફેરફાર સ્ટૉક ફોટો પ્રોવાઇડર ગેટી ઇમેજ સાથે ગૂગલની પાર્ટનરશીપ બાદ જોવા મળ્યાં છે.ગૂગલે તાજેતરમાં જ ગેટી ઇમેજ સાથે મલ્ટી-યર ગ્લોબલ લાઇસન્સિંગ ડીલ સાઇન કરી છે. આ કરાર હેઠળ ગૂગલને ઇમેજ સેક્શનમાં ગેટીને ફોટો સાથે તેને સંબંધિત કૉપી રાઇટ જાણકારી પણ આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક ફોટોગ્રફર્સે ગૂગલ પરથી લોકો દ્વારા સરળતાથી કોઇ મજૂરી વિના સરળતાથી ફોટો ડાઉનલોડ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. કૉપીરાઇટ હોવા છતાં ઇમેજ સેક્શન દ્વારા લોકો ઇમેજ ડાઉનલોડ કરી રહ્યાં હતાં. ગેટી ઇમેજ દ્વારા પણ આવી જ ફરિયાદ કરવામાં આવી હતી.

Related posts

विदेशीमुद्रा भंडार बढ़ कर 454.49 अरब डॉलर पर

aapnugujarat

આઈપીઓ મારફતે છ મહિનામાં ૧૨૦૦૦ કરોડ ઉભા કરાયા

aapnugujarat

દેશની સરકારી બેંકો પર સંકટ : આરબીઆઇએ ૧૧ બેંકો વિરુદ્ધ પીસીએ કર્યુ જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1