Aapnu Gujarat
બિઝનેસ

આઈપીઓ મારફતે છ મહિનામાં ૧૨૦૦૦ કરોડ ઉભા કરાયા

વર્ષ ૨૦૧૭ના પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન આઇપીઓ મારફતે ડઝનથી વધારે કંપનીઓ ૧૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરી ચુકી છે. બ્લોકબસ્ટર દેખાવ કંપનીઓનો રહ્યો છે. એક વર્ષ અગાઉની તુલનામાં ૭૩ ટકાનો ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. વધુમાં બાકીના મહિનામાં પણ ચિત્ર શાનદાર રહે તેવી શક્યતા છે. યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ અને એસબીઆઇ લાઇફ સહિત કેટલીક મોટી કંપનીઓ પણ તેમના આઇપીઓ લોંચ કરવાની તૈયારીમાં છે. આ કંપનીઓ આગામી મહિનામાં ૩૫૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. આ વર્ષના જામન્યુઆરી-જુન મહિનાના ગાળા દરમિયાન ૧૩ કંપનીઓ દ્વારા સંયુક્તરીતે તેમના સંબંધિત આઇપીઓ મારફતે ૧૨૦૦૦ કરોડ રૂપિયા ઉભા કર્યા છે. જે વર્ષ ૨૦૧૬ના પ્રથમ છ મહિનાના ગાળા દરમિયાન ૧૧ ઇસ્યુ દ્વારા ઉભા કરવામાં આવેલા ૬૯૬૨ કરોડથી વધુની રકમથી વધારે છે. મોટા ભાગની કંપનીઓ દ્વારા તેમના બિઝનેસને ફેલાવવાના ઇરાદા સાથે આ નાણાં ઉભા કર્યા હતા. સાથે સાથે લોનની ફેરચુતવણી અને વર્કિંગ કેપિટલ જરૂરીયાતોને પહોંચી વળવા માટે આઇપીઓ જારી કરવામાં આવ્યા હતા. આઇપીઓનો રૂટ લઇને કંપનીઓ જુદા જુદા લાભ ઉઠાવી રહી છે. ફંડ એકત્રિત કરવા માટે હાલમાં સીડીએસએલ, તેજસ નેટવર્ક, જીટીપીએલ હેથવે, હુડકોએ આઇપીઓ રૂટનો ઉપયોગ કર્યો હતો. માર્કેટ નિષ્ણાંતોના કહેવા મુજબ કેટલાક અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. બજારમાં સારી સ્થિતી હોવાના કારણે નાણાં એકત્રિત કરવા માટે કંપનીઓ આગળ આવી રહી છે. આ વર્ષે આઇપીઓ માર્કેટમાં હજુ પણ તેજી રહી શકે છે. નક્ષત્ર વર્લ્ડ, એમએએસ ફાઈનાન્સિયલ સર્વિસ, કોચીન શીપયાર્ડ જેવી મહાકાય કંપનીઓ આઈપીઓ માટે સેબીની મંજુરી મેળવી ચુકી છે. આ કંપનીઓ યોગ્ય તકની રાહ જોઈ રહી છે. આ ઉપરાંત અન્ય સાત કંપની મંજુરીની રાહ જોઈ રહી છે.

Related posts

હવે રોકેટ બનશે પેટીએમનો શેર ! રેવન્યુમાં 52 ટકાનો ઉછાળો

aapnugujarat

યુપીઆઈ દ્વારા ડિજિટલ લેવડદેવડ કરનારી SBI દેશની સાતમી બેંક

aapnugujarat

સોના-ચાંદીના ભાવ ઘટ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1