Aapnu Gujarat
બિઝનેસ

યુપીઆઈ દ્વારા ડિજિટલ લેવડદેવડ કરનારી SBI દેશની સાતમી બેંક

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની સાતમી બેન્ક બની ગઈ છે જેનાથી યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડની પરમિશન આપી દેવાઈ છે.
એસબીઆઈએ સેન્ટ્રલ બેન્ક ડિજિટર કરન્સી એટલે કે ડિજિટલ કરન્સીએ લઈને યુપીઆઈ સ્કેન કરીને પેમેન્ટ કરવાની સુવિધા ગ્રાહકો માટે શરૂ કરી દીધી છે. આ ફેસિલિટીને બેન્કે ઈન્ટરઓપરેબિલિટીનું નામ આપ્યુ છે. ખાસ વાત એ છે કે એસબીઆઈના આ પગલા બાદથી ગ્રાહકોને ડિજિટલ કરન્સીમાં લેવડદેવડ કરવામાં સરળતા રહેશે. એસબીઆઈ સિવાય દેશના ૬ અન્ય બેન્ક છે જે પોતાના ગ્રાહકોને યુપીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી પેમેન્ટની સુવિધા આપી રહ્યા છે.
એસબીઆઈ તે બેન્કોમાંથી એક છે જેણે આરબીઆઈના રિટેલ ઈ-રૂપિયા પ્રોજેક્ટમાં ડિસેમ્બર ૨૦૨૨માં ભાગ લીધો હતો. ભારતીય સ્ટેટ બેન્કે આ મામલે જાણકારી આપતા કહ્યુ હતુ કે ડિજિટલ કરન્સી લોકો માટે ગેમચેન્જર સાબિત થશે. હવે ગ્રાહકો માટે બેન્કે ડિજિટલ રૂપિયાની સાથે ઈન્ટર ઓપરેબલ બનાવી દીધુ છે. આનાથી તે એસબીઆઈ એપ દ્વારા જ યુપીઆઈ કોડ સ્કેન કરીને સીધા ડિજિટલ રૂપિયાની ચૂકવણી કરી શકશે.
આ બેન્કોને પણ યુપીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી પેમેન્ટની સુવિધા મળી રહી છેઃ બેન્ક ઓફ બરોડા,
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, એચડીએફસીબેન્ક, આઈસીઆઈસીઆઈબેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, યશ બેન્ક, આઈડીએફસીબેન્ક, એચએસબીસીબેન્ક
ઉલ્લેખનીય છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૨-૨૩ માં સીબીડીસીનું એલાન કર્યુ હતું. જે બાદ રિઝર્વ બેન્કે તેના પાયલટ પ્રોજેક્ટ દ્વારા ડિસેમ્બર ૨૦૨૨થી તેની ટ્રાયલ શરૂ કરી હતી.
ઘણી બેન્ક આરબીઆઈના આ પ્રોજેક્ટથી જોડાઈ ચૂકી છે. હવે એસબીઆઈનું આ પ્રોજેક્ટ સાથે જોડાવુ ખૂબ સારુ છે કેમ કે ગ્રાહકો અને બ્રાન્ચમાં જીમ્ૈં દેશની સૌથી મોટી બેન્ક છે.

Related posts

ફોર્બ્સની ઈનોવેટિવ કંપનીઓની યાદીમાં ભારતની ત્રણ કંપનીઓ

aapnugujarat

सेंसेक्स 182 अंक उछला

aapnugujarat

ગુજરાત સંબંધિત કેટલીક કંપનીઓના શેરમાં કડાકો

aapnugujarat
UA-96247877-1