Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએસએલવી દ્વારા વર્ષ ૧૯૯૯ બાદથી ૨૦૯ વિદેશી સેટેલાઇટ હજુ સુધીમાં લોંચ કરાયા

પોલાર સેટેલાઇટ લોંચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા ૧૯૯૯ બાદથી હજુ સુધી ૨૦૯ વિદેશી સેટેલાઇટ લોંચ કરવામાં આવી ચુક્યા છે. ઇસરોના સૌથી વિશ્વાસપાત્ર સેટેલાઇટ કેરિયર તરીકે પીએસએલવીને ગણવામાં આવે છે. પીએસએલવી દ્વારા આ ગાળા દરમિયાન ૪૮ ભારતીય ઉપગ્રહો પણ સંબંધિત પરિભ્રમણ કક્ષામાં મુકી દેવામાં આવ્યા છે. ઓક્ટોબર ૧૯૯૪માં પ્રથમ કોપીબુક લોંચ બાદથી પીએસએલવીએ પોતાની પ્રતિષ્ઠામાં સતત વધારો કર્યો છે. આ વર્ષે જૂન સુધી પીએસએલવી મારફતે સતત ૩૯ સફળ મિશન હાથ ધરવામાં આવ્યા છે જે વિદેશી લોંચ કરવામાં આવ્યા છે તેમાં ૪૦૦ કિલોગ્રામના સિંગાપુરના ઉપગ્રહોનો સમાવેશ થાય છે. ૧૬મી ડિસેમ્બર ૨૦૧૫ના દિવસે સિંગાપુરના આ ઉપગ્રહને લોંચકરવામાં આવ્યા બાદ તેની વિશ્વસનીયતા વધી હતી. આ ઉપરાંત પીએસએલવી દ્વારા ઇટાલીના ૩૫૨ કિલોગ્રામના સેટેલાઇટને પણ લોંચ કરવામાં સફળતા મળી હતી. ૨૩મી એપ્રિલ ૨૦૦૭ના દિવસે આ ઉપગ્રહને પીએસએલવી મારફતે સફળરીતે પરિભ્રમણ કક્ષામાં ગોઠવવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત ૨૧મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ઇઝરાયેલના સેટેલાઇટને પણ પરિભ્રમણ કક્ષામાં મુકવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક ઐતિહાસિક મિશનના કારણે પીએસએલવીની બોલબાલા વધી ગઈ છે. ૨૦૦૮માં ચંદ્રયાન-૧ના પોસ્ટ ઇફેક્ટીવ મિશન અને ૨૦૧૩માં માર્શ મિશન માટે પણ પીએસએલવીનો ઉપયોગ કરાયો હતો. ઇસરોના ચેરમેન એએસ કિરણકુમારે માહિતી આપતા કહ્યું છે કે, દરેક લોંચની સાથે પીએસએલવીની વિશેષતા અને તેની ક્ષમતામાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. આજે મલ્ટીપલ ક્ષમતા પુરી પાડવામાં આવી રહી છે. સફળ માર્શ મિશન બાદથી ભારત રાતા ગ્રહ પર પહોંચનાર પ્રથમ એશિયન દેશ બની ગયું છે. સાથે સાથે વિશ્વમાં તેની બોલબાલા જોવા મળી છે. પીએસએલવીએ હાલમાં જ ૧૦૪ સેટેલાઇટને એક સાથે મુકીને ઇતિહાસ સર્જ્યો હતો. ઇચ્છિત પરિભ્રમણ કક્ષામાં આ તમામ ઉપગ્રહોને મુકી દેવામાં આવ્યા હતા. આની સાથે જ રશિયા દ્વારા છોડવામાં આવેલા ૩૭ સેટેલાઇટ અને તે પહેલા અમેરિકા દ્વારા છોડવામાં આવેલા ૨૯ ઉપગ્રહોનો રેકોર્ડ તોડ્યો હતો. પીએસએલવી ભારતીય રિમોટ સેન્સીંગ સેટેલાઇટ લોંચ કરવા માટે ઇસરો દ્વારા વિકસિત કરવામાં આવ્યા બાદ તેનો ઉપયોગ હવે વિદેશીઓ પણ કરી રહ્યા છે. અનેક મિશન માટે તેનો ઉપયોગ થઇ ચુક્ય છે.૨૦મી સપ્ટેમ્બર ૧૯૯૩ના દિવસે પીએસએલવી પ્રથમ વખત લોંચ કરાયા બાદથી તેના તમામ મિશન સફળ રહ્યા છે.

Related posts

केजरीवाल के जनता दरबार में रोके गए कपिल मिश्रा ने समर्थको संग किया भजन-कीर्तन

aapnugujarat

બાબરી કેસથી કપિલ સિબ્બલ દૂર

aapnugujarat

सीमावर्ती गांवों तक मोबाइल संचार पहुंचाने का काम जारी : प्रसाद

editor

Leave a Comment

UA-96247877-1