Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૧ સપ્ટેમ્બરથી તાજમહેલ લોકો માટે ખૂલ્લો મૂકાશે

વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલને જોવાનું સપનું જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. અગામી ૨૧ સપ્ટેમ્બરથી પર્યટકો માટે તાજમહેલ અને કિલ્લાઓને ખોલી નાખવામાં આવશે. આ અંગેની જાહેરાત પુરાતત્વ વિભાગે સોમવારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર કરી છે. જોકે આ દરમિયાન કોરોનાને લઈને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું અનિવાર્ય હશે.
હવે ૨૧ સપ્ટેમ્બરથી તાજમહેલને ખોલવામાં આવશે. જોકે આ દરમિયાન પર્યટકો પાસે કોરાનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. પુરાતત્વ વિભાગના અધીક્ષક બસંત કુમાર સ્વર્ણકારે જણાવ્યું કે આ દરમિયાન તાજમહેલ પર ૫ હજાર અને કિલ્લા પર ૨૫૦૦ લોકોને જ માત્ર ઓનલાઈન ટિકિટ પર પ્રવેશ મળશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. આ દરમિયાન ૫-૫ની સંખ્યામાં જ લોકો તાજમહેલની મુલાકાત કરી શકશે.

Related posts

દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે : કમલ હાસન

aapnugujarat

મુંબઈમાં દૂધની તંગી

aapnugujarat

સંસદમાં ૬ માસિક આર્થિક સર્વેઃ ૨૦૦૦ કરોડ રૂપિયાના ૧૦ નમામિ ગંગે પ્રોજેક્ટ મંજૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1