Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે : કમલ હાસન

હિંદુ અતિવાદીઓનાં નિવેદનમાં ઘેરાયેલા અભિનેતા કમલ હાસને શુક્રવારે કહ્યું કે, દરેક ધર્મમાં આતંકવાદીઓ હોય છે. અને કોઇ પણ પોતાનાં ધર્મના શ્રેષ્ઠ હોવાનો દાવો કરી શકે નહી. મક્કલ નીધિ મય્યમ પ્રમુખે કહ્યું કે, તેમણે ધરપકડથી ડર નથી લાગતો પરંતુ તેમણે સાથે જ ચેતવણી આપી કે આ પ્રકારની કાર્યવાહીથી તણાવ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહુએ કહ્યું કે, કરુકનાં અરાવાકુરિચમાં હાસનની ટિપ્પણી પર જિલ્લા ચૂંટણી અધિકારી (ડીઇઓ) પાસે એક અહેવાલ માંગવામાં આવ્યો છે.એમએનએમ સંસ્થાપકે કહ્યું કે, અરાવાકુરિચી વિધાનસક્ષા વિસ્તારની પેટા ચૂંટણી માટે રવિવારે પ્રચાર અભિયાન દરમિયાન જે નિવેદન આપ્યું તે પહેલીવાર નહોતું. તેમણે કહ્યું કે, દરેક ધર્મમાં આતંકવાદી હોય છે. જે દેખાડે છે કે દરેક ધર્મમાં અંતિમવાદીઓ હોય છે. આ નિવેદન મુદ્દે કુરૂર જિલ્લાનાં અરાવાકુરિચીમાં તેમની વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદ બાદ હાસનના આગોતરા જામીન અરજી પણ દાખલ કરવામાં આવી છે.
કમલ હાસને કહ્યું કે, તેમણે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ચેન્નાઇમાં પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું પરંતુ હવે આવા નિવેદન પર તે લોકો ધ્યાન આપી રહ્યા છે જેમનો આત્મવિશ્વાસ ડગમગી ચુક્યો છે. હાસને કહ્યું કે, હું તે જણાવવા માંગુ છું કે આતંકવાદી દરેક ધર્મમાં હોય છે. દરેક ધર્મમાં આતંકવાદી હોય છે અને અમે આ દાવો નથી કરી શકતા કે અમારો ધર્મ શ્રેષ્ઠ છે અને અમે એવું નથી કર્યું. ઇતિહાસ તમને જણાવે છે કે અતિવાદી તમામ ધર્મોમાં હોય છે. હાસને કહ્યું કે, રવિવારે તેમણે જે ભાષણ આપ્યું હતું, તેમાં તેમણે સદ્ભાવના જાળવી રાખવા અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. હાસને કહ્યું કે, હું ધરપકડથી જરા પણ નથી ગભરાતો, પરંતુ મારે ચૂંટણી પ્રચાર કરવાનો છે. તેમને મારી ધરપકડથી સંતોષ મળતો હોય તો ભલે એમ. પરંતુ જો તેઓ મારી ધરપકડ કરે છે તો તણાવ વધશે. આ મારી અપીલ નહી પરંતુ સલાહ છે. સાહે કહ્યું કે, આ મુદ્દે ડીઇઓને એક રિપોર્ટ માગંવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કમલ હાસે આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી ચુકી છે અને પોલીસે અમને અવગત કરાવ્યા કે રાજનીતિક દળોને પણ જ્ઞાપન સોંપ્યું છે.

Related posts

યુપી અને રાજસ્થાનમાં પ્રંચડ વાવાઝોડુ : ૪૨નાં મોત

aapnugujarat

હિમાચલ-જમ્મુ કાશ્મીરમાં હિમ વર્ષા

aapnugujarat

Muslims are happiest in India : Bhagwat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1