Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિમાચલ-જમ્મુ કાશ્મીરમાં હિમ વર્ષા

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જનજીવન પર માઠી અસર થઇ છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમ વર્ષા જારી રહી છે. તાપમાન માઇનસમાં છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમા પણ હાડ ગાળી નાંખે તેવી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. અહીં પારો ૪.૫ ડિગ્રી થઇ ગયો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પારો ખુબ ગબડી ગયો છે. અંડામાન અને નિકોબાર વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા માટેની આગાહી અકબંધ રાખવામાં આવી છે. હિમાચલપ્રદેશમાં પણ ઉંચાણવાળા વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે. ટ્યુરિસ્ટ સ્થળો કુલ્લુ જિલ્લામાં મનાલીમાં માઇનસમાં તાપમાન રહ્યુ છે. દિલ્હી અને એનસીઆરમાં પણ હાલત કફોડી બનેલી છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં ખાસ કરીને લડાખ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે. હિમવર્ષા હજુ જારી રહેવાની શક્યતા છે. જમ્મુ કાશ્મીરમાં પાણીના સ્ત્રોતમાં બરફ જામી જતા હાલત કફોડી બનેલી છે.
હવામાન વિભાગના કહેવા મુજબ ૧૯મી જાન્યુઆરીથી લઇને ૨૩મી જાન્યુઆરી દરમિયાન ખીણમાં ભારે હિમવર્ષા જારી રહી શકે છે. અનેક વિસ્તારોનો સંપર્ક તુટી ગયો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થઇ જતા જનજીવન ખોરવાઇ ગયુ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી વચ્ચે જનજીવન ખોરવાઇ ગયુ છે.
ટ્રેનો અને વિમાની સેવા પર અસર થઇ છે. દિલ્હી આવનારી ૧૪ ટ્રેનો મોડી દોડી રહી છે. વિજિબિલીટી ઘટી જવાના કારણે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વિમાની સેવા ઉપર પણ માઠી અસર થઇ છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી ફરી એકવાર જોવા મળી રહી છે.
ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે દિલ્હી આવતી ટ્રેનો મોડેથી દોડી રહી છે. માર્ગો પર ધુમ્મસના કારણે સવારે મોટી સંખ્યામાં લોકોને અવરજવરમાં તકલીફ પડી હતી. વિજિબિલિટી ઘટી જવાના કારણે દિલ્હી વિમાનીમથકે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ બન્ને રાજ્યોમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. ડીવિઝનલ વહીવટીતંત્ર કાશ્મીર દ્વારા ભેખડો ધસી પડવા માટેની ચેતવણી જારી કરવામા ંઆવી છે. બારામુલ્લા, બડગામ, કુલગામ અને અનંતનાગમાં ભેખડો ધસી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રવાસીઓને રાજમાર્ગ પર અટવાઇ જવાની ફરજ પડી છે.પૂર્વીય મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. બંગાળ, ઓરિસ્સા, પૂર્વીય રાજસ્થાન અને પશ્ચમી મધ્યપ્રદેશમાં પણ લોકો જોરદાર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

Related posts

વાઘણે સેક્સની ના પાડતા વાઘે મોતને ઘાટ ઉતારી

aapnugujarat

ભવ્ય રામ મંદિરનું નિર્માણ જરૂરી છે : મોહન ભાગવત

aapnugujarat

अमरनाथ यात्रा में अलगाववादी बाधा बने, श्रद्धालुओं की आवाजाही रोकी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1