Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જાકીર નાયક કેસ : ૧૬ કરોડથી વધુની સંપત્તિને જપ્ત

વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક જાકીર નાઇકની સામે તપાસ સંસ્થાઓ દ્વારા સકંજો કસવાની શરૂઆત કરી દીધી છે. આના ભાગરુપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જાકીર નાયકની ૧૬.૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આજે ઇડી દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. પોતાના નિવેદનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું છે કે, નાયકની સંપત્તિ જપ્ત કરવા માટેના આદેશ જારી કરવામાં આવી ચુક્યા છે. મુંબઈ અને પુણેમાં સ્થિત જાકીર નાયકની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે.
પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ જાકીર નાયકની સંપત્તિ જપ્ત કરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. તપાસ સંસ્થાએ પોતાના નિવેદનમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, સંપત્તિની કિંમત અંદાજિત ૧૬.૪૦ કરોડ રૂપિયા છે જે જપ્ત કરવામાં આવી ચુકી છે. ઇડી દ્વારા આ કેસમાં ત્રીજી વખત સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તપાસ સંસ્થા નાયક સામે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરની ગંભીર નોંધ લીધા બાદ કેસમાં તપાસ હાથ ધરી છે. જાકીર નાયક હાલમાં મલેશિયામાં છુપાયેલા છે અને તપાસથી બચવા માટેના તમામ પ્રયાસ કરી રહ્યા છે. નવેસરના આદેશમાં ઇડી દ્વારા આ કેસમાં જપ્ત કરવામાં આવેલી સંપત્તિની કુલ કિંમત ૫૦.૪૯ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇડી તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, જાકીર નાયકના પરિવારના સભ્યો અને તેમના સંબંધીઓના નામ નોંધવામાં આવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ સંપત્તિઓની ઓળખ મુંબઈ સ્થિત ફતિમા હાઈટ્‌સ અને આફિયા હાઇટ્‌સ તરીકે થઇ છે. ઉપરાંત મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક વણઓળખાયેલી સંપત્તિ પણ મળી છે.
પુણેમાં એન્ગ્રેસિયા નામથી એક પ્રોજેક્ટને પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઇડીના કહેવા મુજબ નાયકે મની લોન્ડરિંગથી હાંસલ કરવામાં આવેલા પૈસાને છુપાવવા માટે સંપત્તિની ખરીદી પોતાના નામ ઉપર કરી નથી. શરૂઆતી પેમેન્ટ પોતાના નામથી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ફંડને પોતાના પત્ની, પુત્ર અને ભત્રીજાના નામ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બુકિંગ પરિવારના નામથી જ કરવામાં આવી હતી જેથી ગેરકાયદે નાણાંને છુપાવી શકાય. એજન્સીઓનું કહેવું છે કે, જાકીર નાયકની મની લોન્ડરિંગને લઇને તમામ માહિતી મળી ચુકી છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા તરફથી નાયકની સામે ગેરકાયદે ગતિવિધિમાં કેસ દાખલ કરવામાં આવ્યા બાદ ઇડીએ ડિસેમ્બર ૨૦૧૬માં તેમની સામે અપરાધિક કેસ દાખલ કર્યા હતા. ઇડીએ ત્રીજી વખત કાર્યવાહી હાથ ધરીને ખળભળાટ મચાવી દીધો છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નાયકના બેંક ખાતાથી ચુકવણી શરૂઆતમાં કરવામાં આવી હતી.

Related posts

नोटबंदी बाद अलगाववादियों की कमर तुटी :जेटली का दावा

aapnugujarat

હિન્દી, હિંદુ, હિન્દુત્વની વિચારધારા જોખમી : થરુર

aapnugujarat

વિમાની સર્વિસથી યુપીના તમામ નાના શહેર જોડાશે : યુપી સરકાર દ્વારા તૈયારીઓ શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1