Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિન્દી, હિંદુ, હિન્દુત્વની વિચારધારા જોખમી : થરુર

મુંબઈ વિમાની મથકે ૨૭ વર્ષીય પીએચડી વિદ્યાર્થીઓને માત્ર આ કારણસર રોકી દેવામાં આવ્યો હતો કે તેને હિન્દી ભાષા આવડતી ન હતી. આ મામલામાં હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. શશી થરુરે હિન્દુત્વની વિચારધારા ઉપર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, હિન્દી, હિન્દુ, હિન્દુત્વની વિચારાધારા દેશને વિભાજિત કરવાનું કામ કરે છે. આ વિચારધારા ખુબ જ ખતરનાક છે. અમને એકતાની જરૂર છે. એક રુટતા દેખાઈ રહી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી ઉપરાંત સુષ્મા સ્વરાજના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. શશી થરુર પોતાના નિવેદનોને લઇને હંમેશા વિવાદના ઘેરામાં રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મુદ્દે પણ શશી થરુર પ્રતિક્રિયા કરી ચુક્યા છે. પ્રયાગરાજમાં કુંભમાં ડુબકી લગાવવાને લઇને શશી થરુરની પ્રતિક્રિયાને લઇને વિવાદ થયો હતો.

Related posts

રામ મંદિર ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં બનશે ? ગિરિરાજ સિંહ

aapnugujarat

કુંભ પહોંચેલા અમિત શાહે સંગમ ખાતે લગાવેલ ડુબકી

aapnugujarat

યોગી ઇફેક્ટ : હવે પ્રોફેશનલ અપરાધીઓમાં દહેશત ફેલાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1