Aapnu Gujarat
Uncategorized

કોંગ્રેસી ધારાસભ્ય લલિત વસોયા ઉપવાસ પર બેઠાં

કોંગ્રેસ પક્ષના ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા આજે ખેડૂત સમુદાય માટે ઉપવાસ ઉપર ઉતર્યા હતાં. તાજેતરમાં જે રીતે અનરાધાર મેઘમહેર થઈ છે તેના કારણે સૌથી વધુ નુકસાન ધરતીપુત્રોને થયું છે. જગતનો તાત દુઃખી દુઃખી થઈ ગયો છે. કોઈ નો ત્રણ વખત વાવેલો પાક ધોવાય ગયો છે તો કોઈકનો લીલા દુષ્કાળને કારણે નષ્ટ થઈ જવા પામ્યો છે. વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવેલું હતું જેથી નદી કાંઠાના ખેતરોમાં પાક અને જમીનનું પણ ધોવાણ થઈ ગયેલ છે. આ ત્રણ ત્રણ વખત કરેલ વાવેતર અને મહેનત પાણીમાં ધોવાઈ ગયેલ હોય જેથી ખેડૂતોને આર્થિક મોટો ફટકો પડયો છે. આ નુકશાન અંગે ખેડૂતો વળતર અને સહાય તેમજ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. આ ખેડૂતોની મદદ માટે ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરેલ. પરંતુ આ આંદોલન વેગ પકડે તે પહેલાં જ લલિત વસોયાની અટકાયત કરી દેવામાં આવી હતી.


(અહેવાલ / વિડિયો :- જયેશ સરવૈયા, જેતપુર)
(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)

Related posts

धोलेरा सर प्लोट में निवेश के घोटाले के मामले में करोड़ों की धोखाधड़ी में तीन एजेन्टों की शर्ती जमानत मंजूर

aapnugujarat

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વાહન પુલ પરથી નદીમાં પડતા ચારના મોત

aapnugujarat

દ્વારકા ખાતે ધારાસભ્‍યશ્રી પબુભા માણેક દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા અને શ્રી કોટી વિષ્‍ણુ મહાયજ્ઞમાં હાજરી આપતા મુખ્‍યમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1