Aapnu Gujarat
ગુજરાત

વસવા નદી પરના પુલનું ગાબડુ ધોવાયુ

પાવીજેતપુર ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે વસવા નદીમાં ઘોડાપુર આવતા વસવા પુલનું ધોવાયેલું ગાબડું જેને હાલ જ રિપેર કરવામાં આવ્યું હતું તે ગાબડું ફરીથી ધોવાઇ જતાં રસ્તો બેસી રહ્યો છે તેથી મોટી હોનારતનો ભય જનતાને સતાવી રહ્યો છે“
પાવી જેતપુર પંથકમાં ૧૨ જુલાઈના રોજ વધુ વરસાદ પડવાના કારણે વસવા નદીમાં પાણીનો ઘોડાપુર આવતા વસવા પુલની આજુબાજુનું પુરાણ ધોવાઇ જતા ૫૦ ફુટથી વધુ મોટું ગાબડું પડી જતાં રોડ બેસી જવા પામ્યો હતો જેને લઇ બેરીકેટ મૂકી અડધો રસ્તો વન-વે કરવામાં આવ્યો છે ત્યારબાદ કોઇ નક્કર પગલા તંત્ર દ્વારા લેવામાં ન આવવાના કારણે ફરીથી ૨૯ ઓગસ્ટના રોજ મેઘમહેર થતા અને ઉપરવાસમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા વસવા નદીમાં ઘોડાપુર આવતાં જે ગાબડું ખાલી પથરા નાંખીને રિપેર કરવામાં આવ્યું હતું તે ગાબડાનું ફરી ધોવાણ થઇ જવા પામ્યું છે. ગત વર્ષે પણ વસવા નદીમાં ઘોડાપુર આવતાં વસવા પુલના પુરાણનું ધોવાણ થઇ ગયું હતું. ખરેખર સિમેન્ટ, કપચી, લોખંડના સળિયા વાપરીને નક્કર કામ ગત વર્ષે જ કરવામાં આવ્યું હોત તો આ વર્ષે જનતાને કોઈ તકલીફ પડી ના હોત. નક્કર કામ કરવાના સ્થાને સામાન્ય ચણતર કરી દેવામાં આવતાં ફરીથી પાણીનો સામાન્ય પ્રવાહ વધતાં જ વસવા પુલના પુરાણનું ધોવાણ થઈ રોડ વધુ બેસતો જઇ રહ્યો છે જેના કારણે મોટી હોનારતનો ભય જનતાને સતાવી રહ્યો છે.
આ નેશનલ હાઇવે નંબર ૫૬ હોય જેના ઉપરથી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય ત્યારે બનેલી ઘટના અંગે હાઇવે નંબર ૫૬ના સંબંધિત અધિકારીઓને જાણ કરવા છતાં તેઓ સ્થળ ઉપર મોડા સુધી ફરકયા ન હતા તો શું કોઇ મોટી હોનારતની રાહ જોવાઇ રહી છે ?
ગત વર્ષે પણ સામાન્ય વરસાદ પડતાં વસવા બ્રિજની સંરક્ષણ દીવાલમાં મોટું ગાબડું પડ્યું હતું. આ સંરક્ષણ દીવાલ બનાવવાને વધુ સમય પણ થયો નથી ત્યાં તો ફરીથી સામાન્ય પાણીનો પ્રવાહ વધતાં જ ૫૦ ફૂટ મોટું ગાબડુ પડી ગયું હતું અને ફરીથી વસવા નદીમાં ઘોડાપૂર આવતા ફરીથી એ ગાબડું ધોવાઇ જવા પામ્યું છે તો એના માટે જવાબદાર કોણ ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. ખરેખર તંત્ર તૂટી ગયેલ સંરક્ષણ દિવાલનું આગવું આયોજન કરે તેમ જનતા ઇચ્છી રહી છે. જો વધુ વરસાદ પડશે અને એનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો મોટી હોનારત થશે અને આ રસ્તો બંધ થઇ જશે તો નવાઇ નહીં. જો આ રસ્તો બંધ થઇ જાય તો જિલ્લાના સેંકડો ગામડાઓનો સંપર્ક જિલ્લા કક્ષાથી છૂટી જશે, તેથી તંત્ર યુધ્ધના ધોરણે ઘટતું કરે તે જરૂરી થઇ જવા પામ્યું છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

गुजरात में सीजन की १०३ फीसदी से ज्यादा बारिश

aapnugujarat

મહિલા સરપંચશ્રીઓએ ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવાનો અનુરોધ કરતા નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા

aapnugujarat

જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રામાં નેતાઓ પણ જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1